________________
૩૮૦
યુગવીર આચાય
દુ:ખી દુ:ખી દેખાય છે. તે વિષે તમે શું ધારે છે ? ”
“ સાહેબ! અહી' અમદાવાદમાં તે કોઇ ગરીબ દેખાતું નથી. બધાની પાસે સારા પૈસા છે. જો આપ સાહેમ પાસે કોઈ આવે તે મારી પાસે મેકલશે. સેા સેને તે હું ધંધામાં લગાડી દઇશ. વિશેષ આવશે તે પણ વ્યવસ્થા થઈ રહેશે.” નગરશેઠે બીજો જ રસ્તે દર્શાવ્યે.
મહારાજશ્રી જાણતા હતા કે ઉચ્ચકુલીન કુટુએ કેવી રીતે પેાતાના દિવસે વિતાવતા હતા. લાંબે હાથ તા થઈ જ કેમ શકે? વળી મજૂરી પણ કેમ કરાય. હા, કાંઈ ઉદ્યોગ મળે તે જરૂર કરી શકાય. પણ આ રીતે વાત તે હવામાં જ રહી. મહારાજશ્રી ત્રીજી' બેલે પણ શુ?
આપણા ચરિત્રનાયકે તે શ્રીમતાને ચેતાવ્યા હતા. લક્ષ્મીની ચંચળતાને ચિતાર આપ્યા હતા. ધનના દૂવ્યના ઉત્તમ માં દર્શાવ્યેા હતેા. સમાજનાં કલ્યાણની લાખેણી ઘડી આવ્યાની અગમચેતી આપી હતી. એટલું જ નહિ પણ ભવિષ્યની ઘેાડીઘણી આગાહીને ઇશારે પણ કર્યાં હતા. સુજ્ઞ મનુષ્યાને તે એટલું બસ હતું, પણ મહામાની વાણી પર કાઇએ ધ્યાન ન આપ્યું. સમય આવી પહેોંચ્યા. પર્યુષણ પૂરાં થયાં ને સવત્સરીના પારણાને દિવસે જ્યારે ખજારા ઉઘડયાં ત્યારે ખજારની રૂખજ અદલાઇ ગઇ. ભાવા ગડગડી ગયા. હજારાની ઉથલ પાથલ થઈ ગઈ, અનેક લખપતિએ મેટી ખેાટમાં આવી પડયા. પછી તે કાંઈ જ ન કરી શકવા માટે પશ્ચાતાપ થવા લાગ્યા પણ સમયે સમયનું કામ કર્યું.