________________
-
૩૮૫
લક્ષ્મીની ચપળતાને ચિતાર લઈ જતા. એકજ વડેદરા શહેરના બે મુનિરત્નનું મિલન પ્રસંગે પ્રસંગે હૃદયને આનંદ આપનાર બનતું. બન્નેના મન પ્રફુલ્લિત રહેતા. બન્નેના હૃદયમાં એક અવર્ણનીય આનંદ ઉભરાતો અને નેત્રો સજળ થઈ જતાં. એકજ શહેરમાં આ ચોમાસું–આ મિલન પહેલું અને છેલ્લે નીવડ્યું. ધન્ય મિલન ! ધન્ય બંધુપ્રેમ! ધન્ય ત્યાગ !
પન્યાસજી મહારાજ શ્રી સંપતવિજયજી મહારાજની કૃપાના ફળ સ્વરૂપ તેમણે અમદાવાદના ચાતુર્માસમાં અમારા ચરિત્રનાયકના સુશિષ્ય મુનિશ્રી લલિતવિજયજી (હાલ આચાર્ય શ્રી વિજયે લલિતસૂરીશ્વરજી) તથા મુનિશ્રી વિદ્યાવિજયજી ( હાલ આચાર્ય) ને મહાનિશીથના અને બીજા શિષ્યને બીજા યોગેહન કરાવ્યા હતા.
સં. ૧૯૭૪ નું બત્રીસમું ચોમાસું અમદાવાદમાં સમાપ્ત થયું.
અહીં આપે પં. શ્રી સંપતવિજયજીની પ્રેરણાથી અનિતમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીની પંચકલ્યાણક પૂજા બનાવી અને અમદાવાદની યાદગિરિ કાયમ રાખી.
અમદાવાદથી કારતક વદી ૭ ના દિવસે આપે વિહાર કર્યો. શાન્તભૂતિ શ્રી હસવિજયજી મહારાજ તથા પં. મહારાજશ્રી સંપતવિજયજી મહારાજ નરોડા સુધી સાથે આવ્યા. અનેક ભાઈ બહેને પણ આવ્યા હતા. આપણા ચરિત્રનાયકની બનાવેલી પંચતીથી પૂજા ત્યાં ભણાવવામાં આવી અને સાધમ–વાત્સલ્ય પણ થયું.