________________
૩૭૪
યુગવીર આચાર્ય જુદે છે. લોકો એકતા ચાહે છે. પિતાના હકેને માટે પ્રયત્ન કરે છે. હિન્દુ-મુસલમાન એક થઈ રહ્યા છે. અંગ્રેજ પારસી, હિન્દુ અને મુસલમાન બધા એકજ દયેય માટે સંગઠિત થઈ રહ્યા છે. આ રીતે દુનિયા તે આગળ વધી રહી છે. ખેદની સાથે કહેવું પડે છે કે આવા સમયમાં પણ કેટલાક વિચિત્ર સ્વભાવના મનુષ્ય–આપણાજ ભાઈએ દસ કદમ પાછળ હઠવાનો પ્રયત્ન કરે છે. આજે તો બધાએ એક થઈ કેાઈ સમાજ, ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ.”
આ ચાતુર્માસમાં મુંબઈમાં કેટલાંક કલ્યાણકારી કાર્યો થયાં–શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાનને માટે લગભગ એક લાખ રૂપીયાનું ફંડ થયું. આ ઉપરાંત નાના ગામના મંદિરના જિર્ણોદ્ધાર માટે સારી રકમનું ફંડ ભેગું થયું. વિશેષમાં આ સમયે પાટણ જૈન મંડળ બેડિ ગ માટે એક ફંડ ચાલુ થયું અને તેમાં પણ લગભગ રૂપીયા એક લાખનું ફંડ થયું. ધાર્મિક કાર્યો પણ ઘણાં થયાં.
મુંબઇના લેકે કહે છે કે આ બે પુણ્યાત્માઓના પ્રતાપે આ ચાતુર્માસમાં જે આનંદ આવ્યું, જે જે કકાણકારી કાર્યો થયાં, જે શાસનની શોભા વધી, તથા ધર્મની પ્રભાવના વધી તેટલી પહેલાં કદી નહિ થયેલી. પ્રવકજી મહારાજ અને આપણુ ચરિત્રનાયકને અન્યઅન્યને આત્મીયભાવ તે અતિ ઘણે અત્યુત્તમ અને પ્રશંસાપાત્ર હતા જ.
આપણા ચરિત્રનાયકને સીધા પંજાબ જવાની આવ