________________
૨૭૨
યુગવીર આચાર્ય
સાધુઓ, મારા ધર્મબાગની રક્ષા કરવાવાળા, ગુજરાતમાં જઈ ફરી કષ્ટકારી ક્ષેત્રોમાં આવશે કે કેમ તે વિષે શંકા છે. પણ વલ્લભ ! તું ઉત્સાહી છે. તારા પર મારો વિશ્વાસ છે. પંજાબના ધર્મક્ષેત્રને તું સંભાળજે. તું આવીશ તે તારે શિષ્ય પરિવાર પણ આવશે. પહેલા શ્રી ૧૦૦૮ શ્રી બૂટેરાયજી મહારાજે ધર્મને બગીચે રે –તેની અમે સપરિવાર રક્ષા કરી. હવે અમારી પછી તારા પર અમારી આશા છે. ગુજરાતમાં જઈ દાળ ચાવલ ઓસામણમાં પડવ્યા વિના, જરા કષ્ટ ઉઠાવી આ દેશમાં સપરિવાર આવશે અને નિરાધાર ક્ષેત્રોમાં અમૃતવૃષ્ટિ કરશે તો મહદ લાભ થશે. ગૂજરાતમાં મુનિ મહારાજેની કમી નથી. જ્યાં કમી છે તે ક્ષેત્રોમાં વૃદ્ધિ કરવાથી મહાન લાભ થશે.” તમારા ગુરુશ્રી વલ્લભવિજયજી ગુરુવચનને શિરે ધાર્યા કરી વિકટભૂમિમાં કષ્ટ સહન કરીને વિચારે છે. અમાર જેવા તે એક પણ, ગુરુ મહારાજના બગીચામાં જલવૃષ્ટિ માટે નથી જઈ શકતા, કેવળ તે જ એક કેશરીસિંહની જેમ સુખી વિહાર છોડીને વિકટ સ્થાન માં વિચરે છે. તેના ઉપર પણ જ્યારે વિધનસંતોષીઓ આક્રમણ કરે છે ત્યારે ભારે ખેદ થાય છે. હું તે નથી સમજી શક્તિ કે આમ કરવાથી તેઓ સમાજનું શું હિત સાથે છે? પણ તમે નિશ્ચિંત રહેશે. તેમના કાર્યમાં અમારી હાર્દિક સહાનુભૂતિ છે. તેઓ અમારા આમજન છે. અમારા –તમારી જુદાઈ કેણ કરી શકે છે?”
કે
અદ્વિતીય પ્રેમભાવ ! કેવી મમતા ! કે આત્મ