________________
મુંબઈમાં કલયાણકારી કાર્યો
ભળી ગયા. પોતે તે હઠ લીધી. છેવટે પ્રવર્તકને વ્યાખ્યાન માટે બેસવું પડયું. પિતે ગુરુદેવની પાસે વ્યાખ્યાન સાંભળવા બેસતા તેમ પાસે બેસી ગયા.
પછી તે પ્રવર્તકજી મહારાજશ્રીને ખજાને ખુલ્યો. સમરણમાંથી અનેક દૃષ્ટાંતો નીકળ્યાં, અનુભવની હજારો વાતે નીકળી અને એતિહાસિક પ્રસંગોનાં સચેટ વર્ણન નીકળ્યાં. લોકોને તેમજ આપણા ચરિત્રનાયકને તેમાંથી ઘણું જાણવાનું મળ્યું. જેમાસામાં લગભગ મહિનો સવા મહિને આ રીતે પ્રવકજીની સ્મરણશક્તિનો પરિચય મળે.
પ્રવર્તકજી મહારાજને આપણા ચરિત્રનાયક પર અત્યંત પ્રેમ હતું. તે એટલે સુધી કે એક પિતાનો પિતાના ગુણ સંપન્ન પુત્ર પર જેટલે પ્રેમ હોય છે. કઈ કઈ વખતે કેાઈ મનુષ્ય આપણા ચરિત્રનાયક વિષે આક્ષેપજનક વાત કરે તે પ્રવર્તકજીને ખૂબ આઘાત થતો, એટલું જ નહિ પણ તેઓ તેવી ભ્રમજનક વાતને કદી માનતા જ નહિ. બેએક પ્રસંગે તે માટે પૂરતા થશે.
* આપને વલ્લભવિજયજીએ ભમાવી મૂક્યા છે, તેથી અમારી વાત આપને ગળે નહિ ઉતરે.” છાણીમાં કઈ વ્યકિતએ પ્રવર્તકજી મહારાજને વાત કરી.
હું વલ્લભવિજયજીને તમારાથી વિશેષ જાણું છું. અરે, તેઓને તે હું બચપણમાંથી પીછાણું છું. તેમના ગુણો, તેમની વિદ્વતા, તેમનું કાર્ય અને તેમની સમાજકલ્યાણની ધગશ મારા જેટલી તમે ક્યાંથી જાણે?” પ્રવર્તકજી મહારાજે સ્પષ્ટ જવાબ આપ્યો.