________________
યુગવીર આચાર્ય
નસેવાના કાર્યો વિષે મેં ઘણું ઘણું સાંભળ્યું છે. જૈનસમાજને માટે આપશ્રી જેવા પ્રયત્ન કરે છે, તેવા જ ઉચ્ચ પ્રયાસ જે બીજા મુનિરાજે કરે તે અમારી સમાજ બહુ જ ઉન્નત થઈ જાય. તેથી બધા સાધુ મુનિરાજોમાં આપના જેવી શાસનઉન્નતિની ધગશ પ્રગટ થાય એવી મારી આન્તરિક અભિલાષા છે.”
વેરાવળથી સિદ્ધાચલજીને સંઘ નીકળવાનું હતું. સંઘપતિની ઈચ્છા હતી કે મહારાજશ્રી સંઘમાં પધારે. તેમણે વિનતિ કરી અને મહારાજશ્રીને માંગરોળથી પાછા વેરાવળ જવું પડયું. સંઘની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હતી. જગ્યાએ જગ્યાએ યાત્રા કરતા કરતા અને ઉપદેશ આપતા આપતા ઉના, દીવ, મહુવા, દાઠા, તલાજા આદિ થઈ પાલીતાણા આવી પહોંચ્યા. બધાએ આનંદપૂર્વક કાદાની યાત્રા કરી. પાલીતાણાથી સંઘ વેરાવળ પાછા આવ્યા. અહીં મુંબઈ શ્રીસંઘને મુંબઈમાસું કરવા સારૂ વિનંતીપત્ર આવ્યું. ભાવનગર શ્રીસંઘની વિનતિથી મહારાજશ્રી ૧૯૭૩ ના મહા સુદી ૧૫ ના ભાવનગર પધાર્યા. અહીં મહારાજશ્રીનું એક સાર્વજનિક વ્યાખ્યાન “વર્તમાન પરિસ્થિતિ અને આપણું આવશ્યકતાઓ” વિષય પર થયું. જેન જૈનેતર લોકોએ સારી હાજરી આપી અને મહારાજશ્રીનું મનનીય વ્યાખ્યાન સાંભળી બધા પ્રસન્ન થયા. બીજું વ્યાખ્યાન શ્રી દાદા સાહેબ જેન બોર્ડિગના વિદ્યાથીઓ સમક્ષ થયું હતું.
એક દિવસ એક પંજાબી યુગલ અચાનક સેવામાં