________________
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ
આ પ્રસંગે આપણા ચરિત્રનાયકે દીક્ષાવિધિ પૂરી થયા પછી લગભગ એક કલાક ચારિત્ર એટલે શું, ચારિત્રથી શું લાભ? તેનાથી આમેન્નતિ કેમ થઈ શકે? સમાજને ઉદ્ધાર કેમ સંભવે? ચારિત્ર લેવાવાળાનું શું કર્તવ્ય છે? ચારિત્રનું પાલન કેવી રીતે કરવું જોઈએ? નવ દીક્ષિતનું બીજા પ્રત્યેનું કર્તવ્ય અને અન્ય સાધુસાધ્વીનું નવ દીક્ષિત પ્રત્યે કર્તવ્ય વગેરે વિવિધ પ્રશ્ન પર વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું.
ભાવનગરથી વિહાર કરી રસ્તાના ગામમાં ધર્મોપદેશામૃતનું પાન કરાવતા આપ ખંભાત આદિ થઈ વડેદરા પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પાસે આવી પહોંચ્યા. અહીં શ્રી મહાવીર જયંતિનો ઉત્સવ હત મહારાજશ્રીએ મહાવીર જીવન ઉપર બહુજ રેચક વ્યાખ્યાન આપતાં જણાવ્યું કે “જયન્તી એ નવીન રિવાજ નથી પણ પ્રાચીન છે. પંચ કલ્યાણકનું એ રૂપાંતર છે. યાત્રા પંચાશકમાં પૂજ્યપાદુ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “જન્મ કલ્યાણક” ઉત્સવ ઉજવવા બતાવ્યું છે તેજ જયન્તી ઉત્સવ. આ ઉપરાંત મહાવીરસ્વામીના જીવનના અનેક પ્રસંગો કહીને છેવટે જણાવ્યું કે વીરતાનાં કાર્યો કરીને આપણે વીરપુત્રનું નામ સાર્થક કરવું જોઈએ. જે આપણે વીરતાનાં કાર્યો ન કરી શકીએ તે મહાવીરસ્વામીના ચરિત્રથી આપણને કશે લાભ થવાનો નથી. જે આપણે વીરતા બતાવીશું, વીરતાને ગુણ પ્રગટ કરવા વીરની ઉપાસના કરીશું તે સેવ્ય સેવકભાવ મટી અવશ્ય વીર સમાન કર્મોને નાશ કરવા વીર બની, શકાશે.