________________
૩૬૬
યુગવીર આચાર્ય
સ્વીકારાઈ ગઈ. પ્રવર્તકજી મહારાજે પણ મંજુરી આપી. હવે કયારે પધારશે?” શ્રી મોતીલાલ શેઠે આનંદ વ્યક્ત કર્યો.
“જગડીયા તીર્થની યાત્રા કરી સુરત થઈને તે તરફ વિહાર થશે. હવે નિશ્ચિંત રહો.” મહારાજશ્રીએ પિતાને ઈરાદે જણાવ્યા.
વડેદરાથી વિહાર કરી અને મહાત્માઓ જગડીયા તીર્થની યાત્રા કરી સુરત, નવસારી, બિલીમેરા, પારડી, વલસાડ આદિ નગરમાં વિહરતા, વ્યાખ્યાનને લાભ આપતા, સં. ૧૭૩ના વૈશાખ વદી ૧૧ ના દિવસે મલાડમાં પધાર્યા. શેઠ દેવકરણભાઈના બંગલે ઉતર્યા. મુંબઈમાં આ સમાચાર પહોંચ્યા અને પંદરસો બહેનભાઈએ મહારાજશ્રીના વંદનાથે આવી પહોંચ્યા. બે દિવસ સ્વામીવાત્સલ્ય, પૂજાઓ વગેરે થયાં. આનંદ ઉત્સવ થઈ રહ્યા. આ સર્વે લાભ દેવકરણ શેઠે લીધે. જેઠ સુદીરના દિવસે સાન્તાક્રૂઝ પધાર્યા. અહીં પણ બે પૂજા અને બે સાધમી વાત્સલ્ય થયાં. બે મહાત્માઓની પધરામણીની ખુશીમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયને રૂ. ૧૦૦૦) નું દાન મળ્યું. શુભ શરૂઆત થઈ. મંગલ શુકન થયાં.
અહીંથી વિહાર કરી દાદર થઈ ભાયખાલા પધાર્યા.
આજે નગરપ્રવેશ હતે. મુંબઈના જૈન સમાજને ઉત્સાહ અનેરે હતા. શહેર અને પરામાંથી બહેનભાઈએના ટેળા સામૈયામાં ભાગ લેવા આવી રહ્યાં હતાં. ૩૫ તે બેંડવાજા હતાં. ચારે તરફ લેકેની ભારે ભીડ હતી. જગ્યાએ જગ્યાએ