________________
૩૬૨
યુગવીર આચાર્ય છે. પણ તમારા પગમાં કષ્ટ છે. વિહારમાં બહુ જ તકલીફ રહે. તમે તે બ્રહ્મચારી છે, પંજાબની સેવા કરે, ધર્મકાર્ય કરે અને આનંદ કરે.”
જીરાનિવાસી લાલા શંકરલાલજી તથા તેમનાં ધર્મપત્ની બહેન ભાગવંતી પંજાબથી દીક્ષાના ભાવથી ભાવનગર આવ્યાં હતાં. ત્રણ વર્ષ પહેલાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું હતું. તેની ઈચ્છા દીક્ષા લેવાની હતી પણ લાલા શંકરલાલજીને પગે કષ્ટ હોવાથી તે દીક્ષા લઈ શકે તેવું નહોતું. તેમનું કુટુંબ બહુ જ વિશાળ અને ઉચ્ચ છે. તેઓ નવલખ કહેવાય છે.
ભાવનગરના શ્રીસંઘે દીક્ષાની તૈયારી કરી. ધૂમધામપૂર્વક ૧૯૭૩ ના મહા વદી ૧૧ ના દિવસે શ્રી દાદાસાહેબ બની વાડીના ચેકમાં શ્રી ચતુર્વિધ સંઘની સમક્ષ આપણું ચરિત્રનાયકે બહેન ભાગવંતીને વિધિવિધાન સહિત દીક્ષા આપી નામ ચંપકશ્રીજી રાખ્યું. દેવશ્રીજી મહારાજના શિષ્યા શ્રી હેમશ્રીજીના શિષ્યા થયાં.
બહેન ભાગવતી પાસે જે ઘરેણાં હતાં તેના રૂા. પ૦૦) આવ્યા. તે જુદી જુદી સંસ્થાઓને દાનમાં આપ્યા અને દીક્ષા મહોત્સવને ખર્ચ લાલા શંકરલાલજીએ પિતે આયે.
લાલા શંકરલાલજી માતૃભકિતને કારણે થોડો સમય ઘેર રહે છે. બાકીને સમય તીર્થયાત્રા, સાધુદર્શન, પુસ્તક પ્રકાશ, ઉપદેશ આદિ કાર્યોમાં સફળ કરે છે. પંજાબમાંના જૈન સમુદાયમાં બ્રહ્યાચારીજીના ઉપનામથી તે પ્રસિદ્ધ છે
ધન્ય એ દીક્ષા, ધન્ય એ ભાવ.