________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકેની હિમાયત ૩૩૯ દર્શન અને ચારિત્રની પ્રાપ્તિના સાધન છે પણ જ્ઞાન, દર્શન ચારિત્રની સાધના કરી શકે તેવી સરળતા કરી આપવી તે પણ શ્રીસંઘનું પરમ કર્તવ્ય છે. સુરતના ઝવેરીએ અને શ્રીમંતે ધારે તો આજે જ એક મહિલા-આશ્રમ માટે
વ્યવસ્થા થઈ શકે. સ્ત્રીઓ મહાન સેવિકાઓ બની શકે, પિતાના દુઃખી જીવનમાંથી મુક્ત થઈ ધર્મ આદરી, જ્ઞાનની આરાધના કરી, ઉન્નત જીવન ગાળી શકે તે પ્રબંધ કરે અત્યંત જરૂરી છે. ”
આ પ્રભાવશાળી વ્યાખ્યાનની સારી અસર થઈ ચાંજ મહિલા આશ્રમ સ્થાપિત કરવાનો નિર્ણય થશે. તે માટે તે જ વખતે સાડાચાર હજાર રૂપીઆ એકઠા થઈ ગયા.
“સાહેબજી! અમારી તરફ તો કૃપાદષ્ટિ કરે. અમારા ગામડાઓમાં વર્ષોથી કઈ મુનિરાજનાં દર્શન નથી થયાં. આપ પધાર્યા છે તે આસપાસના પ્રદેશમાં હવે વિચરશે તો અમ જેવા ગ્રામવાસીઓને ઉદ્ધાર થશે.” કરચલીયાથી આવેલા એક ભાઈએ વિનતિ કરી.
તમારી વાત બરાબર છે. બગવાડા હું કહી આવ્યો હતું કે તેઓ વિનતિ માટે આવશે તે હું જરૂર ત્યાં જઈશ. પણ ત્યાં સંસ્થા માટે કાંઈ થઈ શકયું નહિ હોય, એટલે હવે સુરતવાળા ભાઈ એની ઘણા વખતની વિનતિ છે એટલે ચાતુર્માસ તે પ્રાયઃ અહી થશે.”
પણ સાહેબ ! ચાતુર્માસને તે હજી વાર છે, હેમશ્રી લલિતવિજયજી મહારાજશ્રીને તે તરફ મેકલે.”