________________
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ
૩૪૯
લાખે ને કરેડના ખર્ચે જીર્ણોદ્ધાર કર્યો છે? કેવા કેવા રમ્ય દેવમંદિરેકળાના ધામે, કીતિ અને નામનાની પરવા વિના ધર્મઉઘાત માટે ખડાં કર્યાં છે? તેના પર રસપ્રદ વ્યાખ્યાન ચાલી રહ્યું છે. એક રસથી બધાં શાંતિપૂર્વક સાંભળી રહ્યા છે. નાના નાના બાળકે-છોકરા અને છોકરીઓ ઉપરના ભાગમાં રમે છે. દરવાજા પાસે શ્રીફળની પ્રભાવના માટે મેટી ભીડ જામી છે.
એકાએક ઉપરના વેશમાંથી દસેક વરસની એક છોકરી નીચે ઊડી પડી. વ્યાખ્યાન પણ પૂરું થયું હતું. પ્રભાવનાની દેડાદોડમાં આ ધડાકાથી બધા ભયભીત બની ગયા. શું થયું? શું થયું ? તેમ બધા પછવા લાગ્યા. મહારાજશ્રીને પણ આ ધબાકે સંભળાવે ને ચિંતા થઈ પણ તેમણે પાસેના ભાઈઓને કહ્યું “અધિષ્ઠાતા સૌની રક્ષા કરશે. બાળકને ઉની આંચ નહિ આવે. તમે ચિંતા ન કરે.” ખરેખર એમજ થયું. છેકરી ઉપરથી પડી એવીજ નાળીચેરના કોથળા ઉપર પડી ને બાજુના માણસોએ તેને પકડી લીધી. એક નાળીયેરનું પાણી પાઈ દીધું. બીજું તેને આપ્યું અને તે રમવા લાગી.
કેવું આશ્ચર્ય! કે ચમત્કાર! કે પ્રભાવ!
પંદર મુનિરાજે સહિત શ્રી રૈવતગિરિની યાત્રા કરી. જૂનાગઢમાં ત્રણ સાર્વજનિક વ્યાખ્યાને આપ્યાં. એક મહાવીર જયંતી પર, બીજું સરકારી હાઈસ્કૂલમાં અને ત્રીજુ શ્રી વસાશ્રીમાળી જૈન બોડિંગના ઈનામી મેળાવડામાં.
સં. ૧૯૭૨ ના જેઠ સુદી ૮ ના દિવસે વણથલીમાં