________________
ગિરનારયાત્રા અને જ્ઞાનની પર
૩૫૧ અહીં પણ તેઓશ્રીએ ગુરુ દેશના પ્રચારનું કાર્ય જારી રાખ્યું.
“સાહેબ ! આજ્ઞા ફરમાવો ! શું હુકમ છે ?” આગેવાનેમાંથી એક ગૃહસ્થ વંદણવિધિ પછી પૂછયું.
ભાગ્યવાને! તમે જાણે છે, મારા જીવનનું મુખ્ય ધ્યેય તે છે મુકિતસાધન પણ બીજું દયેય છે શિક્ષાપ્રચાર. જગતમાં કઈ પ્રજા, કેઈ દેશ, કેઈનગર કે કે કેમ શિક્ષા વિના સંસ્કાર, ઉન્નતિ કે જાગૃતિ નથી મેળવી શકતાં. જૂનાગઢ જેવું શહેર, રૈવતગિરિ જેવું તીર્થ અને એક જ્ઞાનની પરબ જેવું પુસ્તકાલય પણ નહિ? કોઈ સ્ત્રીશિક્ષણશાળા પણ નહીં? ડો. ત્રિભુવનદાસના સુપુત્રો ધારે છે અને એક ઘડીમાં થઈ શકે. કહો પ્રભુદાસભાઈ શું કહે છે?” મહારાજશ્રીએ આગેવાનોને બોલાવી પોતાની મને કામને દર્શાવી.
કૃપાનિધાન! આપની ભાવના બહુજ સુંદર છે. જે શ્રીસંઘ પુસ્તકાલય માટે ફંડ કરે તે સ્ત્રી-શિક્ષણ શાળા માટે હું દસ હજાર રૂપીઆ આપવા ઈચ્છું છું. ” પ્રભુદાસભાઈએ ઉદારતા દર્શાવી.
તે પુસ્તકાલય માટે અમે ફંડ કરી લઈશું.” સંઘના આગેવાનેએ બીડું ઝડપ્યું.
વાત વાતમાં પુસ્તકાલય માટે ફંડ થઈ ગયું. સ્ત્રીશિક્ષણ શાળા માટે ડૉકટર ત્રિભુવનદાસના સુપુત્ર શ્રી પ્રભુદાસભાઈ તથા શ્રી છોટાલાલભાઈએ પોતાના સ્વર્ગસ્થ બધું શ્રી જગજીવનદાસના સ્મરણાર્થે રૂપીઆ દસ હજાર ખાપ્યા.
આ રીતે જૂનાગઢમાં “શ્રી આત્માનંદ જેન લાચ