________________
૩૫૪
યુગવીર આચાર્ય રે ને શિલાઓથી શોભતા ગિરિરાજના મને ગમ્ય મંદિરે આ આરજૂથી ગુંજી રહ્યાં. ગુરુમહારાજ પણ પંજાબના આ ભકિતભર્યા ભાવિક ભકતેની ભાવભરી પ્રાર્થના સાંભળી ગદગદિત થઈ ગયા. નેત્રેના ખૂણા સજળ થઈ ગયા.
“મહાનુભા! તમારી પ્રેમભરી ભક્તિ હું તે કેમ ભૂલીશ? મને તમારું પંજાબનું જ ધ્યાન છે. ગુરુમહારાજે સેપેલે બગીચે હું નહિ સંભાળ્યું તે કેણ સંભાળશે? મુંબઈના શ્રી સંઘની વિનતી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વિશેષ ઉન્નતિ માટે કાંઈ જરૂરી કાર્ય આવી પડયું નહિ હોય તે તે હું પંજાબ આ જ સમજે. હવે બહુ વિલંબ નહિ થાય, તમારી વિનતિ તે હંમેશની મારા હૃદયમાં કેતરાયેલી છે. તમે નિશ્ચિત રહે. જેમ બને તેમ જદી પંજાબ આ જ સમજે.” મહારાજશ્રીએ સાંત્વન આપ્યું. કાર્તક વદી ૬ ના દિવસે જૂનાગઢથી વેરાવલ તરફ વિહાર કર્યો. રસ્તામાં અનેક જગ્યાએ લોકેાએ સ્થિરતા માટે આગ્રહ કર્યો પણ વેરાવળમાં ઉપધાન ચાલતાં હતાં. માળનું મુહૂર્ત નજદીક હતું તેથી સીધા વેરાવળ પધાર્યા.
શ્રી સંઘે મહારાજશ્રીનું અપૂર્વ સ્વાગત કર્યું. બજારે શણગારવામાં આવી, રસ્તાઓ ધ્વજા-પતાકાથી ભી રહ્યા, જગ્યાએ જગ્યાએ મહારાજશ્રીને વધાવવામાં આવ્યા. પંન્યાસ શ્રી સોહનવિજ્યજી મહારાજના સદુપદેશથી ઉપધાન કરાવવાને લાભ પણ છગનલાલભાઈએ લીધો હતો. શેઠ છગનલાલભાઈ આદિ કઈ કઈ ભાગ્યશાળીઓએ સાચા મોતીથી વધાવ્યા.