________________
૩૩૮
યુગવીર આચાર્ય
સિદ્ધિવિજયજી (હાલ આચાર્યશ્રી) મહારાજ પણ બિરજમાન હતા. તે સમયે આપણા ચરિત્રનાયકે એક પ્રભાત્પાદક વ્યાખ્યાન આપ્યું તેને સાર નીચે મુજબ હતે.
સાત ક્ષેત્રોમાં ચાર ક્ષેત્ર (સાધુ-સાદો -શ્રાવકશ્રાવિકા) સાધક ક્ષેત્ર છે, ત્યારે ત્રણ ક્ષેત્ર (જિનપ્રતિમા, જિનમંદિર, તથા જ્ઞાન) સાધ્ય છે. જૈન સમાજમાં સાધ્ય ક્ષેત્રોની પ્રભાવના ઉત્તરોત્તર વધતી જતી દેખાય છે. પરંતુ સાધક ક્ષેત્રે પ્રતિદિન ક્ષીણ થતાં જાય છે. તેમાં પણ પાંચ ક્ષેત્રોના પિષક બે ક્ષેત્રો શ્રાવક અને શ્રાવિકાની ક્ષીણતા તે વિશેષ રૂપમાં જોવામાં આવે છે. બધા માને છે અને તે સાચું પણ છે કે જેનસમાજ ધન ખરચવામાં બહુજ ઉદાર છે. દેશનું કેઈપણ કાર્ય એવું નહિ હોય જેમાં જેને શ્રીમં. તોએ મદદ ન કરી હોય પણ સ્ત્રી સમાજને માટે સમાજે શું કર્યું છે? તેમાં વળી અનાથ દુઃખી બહેનને વિચાર કરીશું તે જણાશે કે તેઓ બહુજ દુખી જીવન વિતાવી રહી છે. તેમનાં દુઃખ દૂર કરવા માટે, તેમને ઉદ્યોગની તાલીમ આપવા માટે, તેમનું જીવન ધર્મકાર્ય અને સેવાકાર્યમાં ગાળી શકાય તેવી તાલીમ માટે આપણે શું કર્યું છે? તેઓના કલ્યાણ માટે આપણે કદી વિચાર કર્યો છે? આજકાલ પ્રત્યેક સમાજે આશ્રમ શરૂ કર્યા છે. તેમાં સેંકડે અનાથ દુઃખી સ્ત્રીઓને અનેક પ્રકારની તાલીમ મળી રહી છે. જ્યારે જૈનસમાજમાં સ્ત્રીઓને માટે કઈ એવી સંસ્થા નથી. આપણે તે તરફ ધ્યાન નથી ગયું તેજ ઓશ્ચર્યની વાત છે. ઉજમણા, સ્નાત્ર મહોત્સવ અદિ જ્ઞાન,