________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકેની હિમાયત
૩૪૩ આ પ્રસંગે સીસોદરામાં વ્યાખ્યાન સમયે પંજાબી ભાઈએ માથી લાહેરનિવાસી લાલા માણેકચંદે એક “પંજબના શ્રીસંઘની વિનતિ અને ગુરુવિયેગ દશન” વિષે જે ભજન ડૂસકાં ભરી ભરી અશપૂર્ણ નયને ગાયું હતું તે ભારે હૃદયદ્રાવક હતું. સભામાં હાજર રહેલા બધાની આંખેમાંથી અમુએ સરી પડયાં અને આપણા ચરિત્રનાયકની આંખે કરુણરસથી ભીની થઈ આવી. આ દ્રશ્ય સીસોદરાવાળા આજે પણ ભૂલ્યા નથી.
સીસોદરાથી વિહાર કરી અષ્ટગામ પધાર્યા. અહીં સીદરા ગામના કારણે ફાટફૂટ હતી. તેનું સમાધાન કરાવ્યું તથા સાધમ વાત્સલ્ય ઘણા વખતથી બંધ હતું તે શરૂ થયું. વળી અહીં જિનાલય નહોતું તે માટે પણ પ્રેરણા આપવામાં આવવાથી ફંડની શરૂઆત કરવામાં આવી. અષ્ટગામથી ટાંકલ પધાર્યા. અહીં પણ જિનાલય નહોતું તે માટે ઉપદેશ આપી ફંડ કરાવવામાં આવ્યું.
ટાંકલથી કરચલિયા પધાર્યા. અહીં પણ મંદિર નહોતું તે માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યું. અહીંથી એક કેસ દૂર વાણીયાવાડ નામનું નાનું ગામ હતું. પહેલાં અહીં કેઈમેટું શહેર હશે. હમણું અહીં જેનેની વસ્તી હતી નહિ, પણ એક જિનાલય હતું. કરચલિયાવાળા ભાઈઓએ બે વાર તે મૂર્તિને વાણીયાવાડમાંથી લાવવા પ્રયત્ન કર્યો પણ બન્ને વખત તેમાં સફળતા ન મળી. એક વખત તે પ્રભુજીની પાલખી લઈને આવનાર માણસોને નદીમાં આવતાં પિટમાં દુખાવે ઉપડયે ને રસ્તો પણ સૂઝે નહિ તેમ