________________
૩૪ર
યુગવીર્ આચા
હૃદયમાં અનુપમ છે, તેની જગ્યા કાઈ લઈ શકે નહિ.” - કૃપાનિધાન ! તો પછી આપ હવે કયારે તે તરફ પગલાં કરશે?
“ શ્રી સિદ્ધાચળજીની યાત્રા કરી. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના માટે શ્રી લલિતવિજયજી ગયા છે. હવે રૈવતગિરિની યાત્રા બાકી છે. શ્રી નેમિનાથ ભગવાનની યાત્રા કરી પ`જાબ તરફ વિહાર કરવા ધારણા છે, પછી તે ભાવીભાવ, ’”
(C
મહારાજશ્રીએ પજામથી આવેલા ભાઈ એને સમજાવ્યા અને પંજાખ શ્રીસંઘને પત્ર લખી આશ્વાસન આપ્યું, સકળ શ્રીસંઘ પજાબ ચેાગ્ય,ધલાભ સહિત વિદિત થાય કે અહી' સુખશાતા છે. ધમ ધ્યાનમાં ઉદ્યમ રાખશે. આપની તરફથી પ્રાર્થનાપત્ર તથા લાલા ગંગારામજી આદિ શ્રાવક સમુદાય મળ્યા. સમાચાર જાણ્યા, તમે બિલકુલ ચિંતા ન કરો. સ્વર્ગવાસી ગુરુમહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિ ( આત્મારામજી ) મહારાજની આજ્ઞાનુ` ખરાઅર પાલન કરવામાં આવશે જ. તમે વિજ્ઞપ્તિ કરી કે ન કરી અમારી તે તરફ વિહાર કરવાના પરિપૂર્ણ ભાવ છે. શ્રી ગિરનારજીની યાત્રા હજી સુધી થઈ શકી નથી તેટલીજ વાર છે. શ્રી નેમીનાથ ભગવાનની યાત્રા થતાં જ તે તરફ વિહાર સમજી લેશે.
સંઘના દાસ વલ્લભવિજય.