________________
શ્રી મહાવીર જેનવિદ્યાલય
[ ૩૬ ]
" સાહેબ! ત્રણત્રણ વર્ષથી અમારી પ્રાર્થના ચાલુ છે. હવે તે આપ પધારે. મુનિસંમેલનનું કાર્ય પણ હવે તે પૂરું થયું.” મુંબઈ માટે શ્રી મેતીલાલ શેઠે અને દેવકરણ શેઠે વિનતિ કરી.
તમે તે જાણે છે ને! મુંબઈ જેવી નગરીમાં આવીને કાંઈ ધર્મન્સમાજ કલ્યાણનું કાર્ય ન થાય તે પછી આવવાનો અર્થ શું?” મહારાજશ્રીએ પિતાની હદયની ઈચ્છા વ્યક્ત કરી.
“મહારાજશ્રી ! આપની ભાવના એવી છે તે મુંબઈ પણ કમ ન સમજશે. આપની ભાવના જરૂર પૂરી થશે. આપને તે સાહેબ! ક્યાં કોઈ કાર્ય સ્વાર્થ દ્રષ્ટિથી કરવાનું છે. શ્રીસંઘના અને જૈન સમાજના ઉદ્યત માટે કરવાનું છે. તેમાં અમારી પણ ઉન્નતિ જ છે. આપ પધારે અમારે આપને પૂરેપૂરે સાથ છે.”
પણ હું પૂજા કે અઠ્ઠાઈમહોત્સવ માત્રથી કે પ્રભા