________________
૩૨૨
યુગવીર આચાર્ય રહ્યું છે. સારી રકમ થવાની આશા છે. એજના પણ તૈયાર છે.” મેતીચંદભાઈએ શુભ સમાચાર આપ્યા.
મેતીચંદભાઈ! મુંબઈને એજ શે! જુઓ હું તે માનું છું કે આ સંસ્થા જૈન સમાજમાં અદ્વિતીય સંસ્થા થશે. પણ યોજનામાં ધાર્મિક શિક્ષણ માટે ખાસ વ્યવસ્થા રાખશે.” મહારાજશ્રીએ ધાર્મિક શિક્ષણ માટે ખાસ ભારપૂર્વક સૂચના કરી.
“મહારાજશ્રી ! તેની વ્યવસ્થા પહેલેથી રાખી છે, પણ નામ વિષે શું કરવું?”
“કેમ ! નામ માટે વળી શું મુંજવણ આવી પડી?”
“સાહેબ ! કેટલાક કહે છે કે શ્રી વલ્લભ જૈન વિદ્યાલય રાખીએ.” એક ગૃહસ્થ જણાવ્યું.
વળી કેટલાક ગુરુદેવના નામથી “શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય” રાખવા ઈચ્છે છે” બીજા ગૃહસ્થ બીજું નામ સૂચવ્યું.
અને કેટલાક ભાઈઓ “શ્રી આત્મવલ્લભ જૈન વિઘાલય” નામ આપવા ખુશી છે.” એક ભાઈએ નવીન નામ જણાવ્યું.
“સાહેબ ! આપ જ કહો? આ બાબતમાં શું કરવું?” મેતીલાલ શેઠે સીધો પ્રશ્ન કર્યો.
હું સંસ્થાની સાથે મારું નામ જોડવાની અનુમતિ તે કેઈપણ વાત નથી જ આપી શકો. તે હરગીજ નહીં જ બને. ગુરુદેવના નામ વિષે મારે વિરોધ તે હોય જ નહિ. તે તે