________________
૩૩૩
શ્રી મહાવીર જૈનવિદ્યાલય આનંદને ગૌરવની વાત છે, પણ હું તે કહીશ કે સંસ્થાના નામની સાથે અમુક વ્યકિત વિશેષનું નામ જોડવાથી તે સંસ્થાની સાર્વશિકતા નષ્ટ થઈ જાય છે. તે એક પક્ષની સંસ્થા બની જાય છે, અને તેનું પરિણામ એ આવે કે થોડા જ દિવસોમાં તે બંધ થઈ જાય છે. તેથી મારી તે તમને બધાને એજ સૂચના છે કે એવું નામ રાખવું જોઈએ જે નામ બધાને માન્ય હોય અને સંસ્થાની સાર્વદેશિકતા નષ્ટ ન થાય.” મહારાજશ્રીએ સ્પષ્ટતાથી જણાવ્યું.
બધાને એ વાત ખૂબ રૂચિ અને તેમનું દ્રષ્ટિબિન્દુ પણ બધા સમજ્યા. છેવટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” નામ રાખવામાં આવ્યું. તે માટે રૂ. ૫૦૧૩૦) થઈ ગયા.
સં. ૧૭૦ ના જેઠ સુદી આઠમને દિવસે સ્વ. મહારાજશ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદ સૂરીશ્વરની જયંતિ મુંબઈમાં બીજી વખત ઉજવવામાં આવી. તેમાં આપે જે વ્યાખ્યાન આપ્યું તે અપૂર્વ હતું.
સં. ૧૯૭૦ નું ૨૮ મું ચેમાસું મુંબઈમાં આનંદપુર્વક સમાપ્ત થયું. મહારાજશ્રીની સંસ્થાની અભિલાષા પણ થઈ અને એ કાર્ય માટે કમીટીની નિમણુક થયા પછી મહારાજશ્રીએ સૂરત તરફ વિહાર કર્યો.
આ૩
૭૦ ૨૮ મું
ને અભિલાષા :