________________
૩૩૦
યુગવીર આચાર્ય પ્રભુ ભક્તિને ઉલ્લાસ આજે પણ મુંબઈવાસીઓ ભૂલ્યા નથી.
“કૃપાનાથ ! આ પ્રકારની પૂજા, આ પ્રકારના શેઠ દેવકરણભાઈ જેવા સ્નાત્રીઓ, અને આવી જાતને અદ્વિતીય આનંદ મારા જીવનમાં તે મેં પહેલીવારજ અનુભવ્યો. આ આનંદના દાતા અને આવા સોભાગ્યના દિવસે દેખાડવાવાળા તે આપજ છે.” પૂજા પૂરી થયા પછી બધા આગેવાને મહારાજશ્રીની પાસે બેઠા હતા તેમાં શેઠ નગીનભાઈ મંછુભાઈ બેલી ઉઠયા.
નગીનભાઈ! ગુરુદેવને પ્રતાપ છે. આપણે તે નિમિત્ત માત્ર છીએ.” મહારાજશ્રીએ પિતાની લઘુતા બતાવી.
મહારાજશ્રી ! આ આનંદ આપીને પછી આપ. વિહારની વાત કરે છે તેથી અમારા હૃદયમાં ચોટ પહેચે છે. આપ કૃપા કરીને બીજું ચોમાસું તે અહીં જ કરવાને વિચાર રાખે.” નગીનભાઈએ વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમારી વાત તે માનું પણ મારી જનાને મૂર્ત સ્વરૂપ ન મળે તે બીજું ક્ષેત્ર પણ સંભાળવું ને?” મહારાજશ્રીએ ટકેર કરી.
ગુરુદેવ! જે નવીન ભાવના માટે અર્થાત કોલેજમાં અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે વર્તમાન શિક્ષાની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ દેવાની વ્યવસ્થાવાળી સંસ્થા ની યેજના આપ વિચારી રહ્યા છે ! તે માટે આપ સાહેબ અત્રે હશે તે જરૂરી જરૂરી કાર્ય થશેજ. અમે પણ તે માટે ચિંતિત છીએ.” મેતીલાલ શેઠે પોતાની ચિંતા વ્યક્ત કરી.
મોતીલાલભાઈ! તમે બધા આગેવાને તે અહીં