________________
શ્રી મહાવીર જનવિદ્યાલય
૩૨૯ શક્યો, ન આપ. ચાલો આટલે સમય સુષુપ્તિમાં સમજી લઈશ. હવે જાગૃતિનો સમય છે.
દઃ લબ્ધિવિજય (હાલ આચાર્ય શ્રી વિલબ્ધિસૂરિજી)
આજે લાલ બાગમાં ધામધૂમ હતી. મહારાજશ્રીએ રચેલી શ્રી પંચપરમેઠીની પૂજા ભણાવવાની હતી. શેઠ હેમચંદભાઈએ પૂજાને બધો ખર્ચ આપ્યું હતું. પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણ અનુસાર પૂજાની સામગ્રીની ૧૦૮ થાળીઓ તૈયાર કરવામાં આવી હતી. છત્રીસ સ્નાત્રી બન્યા હતા જે સાક્ષાત ઈન્દ્રની સમાન સુશોભિત દેખાતા. આ સ્નાત્રીઓમાં શેઠ હેમચંદભાઈ, શેઠ દેવકરણ મુળજી, શેઠ મોતીલાલ મુળજી, શેઠ નગીનભાઈ મંછુભાઈ, શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ, શેઠ ગોવિંદજી ખુશાલ, ઝવેરી મણીલાલ સૂરજમલ, શ્રી મેતીચંદ કાપડિયા સેલીસીટર આદિ મુંબઈના પ્રતિષ્ઠિત આગેવાન ધર્માત્માએ હતા. આથી પૂજાને આનંદ અનેરે હતે. પૂજા ભણાવવા માટે સંગીતશાસ્ત્રી પ્રાણસુખભાઈ ગયા અને સૂરતવાળા વિજયચંદભાઈ વગેરે હતા. સૂરીલા કંઠેમાંથી નીકળતી મધુરમધુર ધ્વનિ બધાને મુગ્ધ કરી રહી હતી. શ્રી ભાઈચંદભાઈ પહેલવાન તથા શ્રી મંગુભાઈ બન્ને શ્રાવકે વિધવિધ નૃત્યથી પિતાની પ્રભુભક્તિ પ્રદર્શિત કરી રહ્યા હતા. આ સમયે એવી મંત્ર મુગ્ધકર દશા, એવી તલ્લીનતા અને એવી એકતાનતા હતી જેવી રાવણની અષ્ટાપદ ગિરિપર. આ આનંદ-પૂજાને ઠાઠ