________________
શ્રી મહાવીર જનવિદ્યાલય
૩ર૭ પૂરી ન કરી શક્યા, પણ આ સેવક તે હૃદયમાં લઈને ગામેગામ ટેલ નાખી રહ્યા છે.
ભાગ્યશાળીઓ ! તમારી કેમના–તમારી જ્ઞાતિના, તમારા ઘેાળના–તમારાજ શહેરના કે તમારા જ ગામના હજારે બાળકને જ્ઞાનદાન આપવાને આ સુઅવસર છે. મુંબઈ તે અલબેલી નગરી છે. તેને લાખોના હિસાબ નથી. અહીંના શ્રીમંતેએ દેશને પિતાના દાનથી વારંવાર ઉજાન્યો છે. જેનસમાજ તેને શું જવાબ આપે છે ? એક જ ભાગ્યશાળી ધારે તે એક વિદ્યાપીઠ ઊભી કરી શકે. પણ મારે તે સર્વ સાધારણ પાસેથી ફંડ કરવું છે. ધનવાન તેમની શકિત પ્રમાણે આપે—બીજા પિતપતાની ઈચ્છા પ્રમાણે આપે. આ ફંડમાંથી એક મહાન સંસ્થા થશે, જે જૈન સમાજના ભૂષણ રૂપ થશે. મારી આ માગણીને વહેલે મોડે જવાબ તમારે આપવાનું છે.
આ હૃદયના ભાવોની ભારે ચમત્કારિક અસર થઈ. નાના મોટા બધાના મનમાં કાંઈક કરવું જ જોઈએ તેવી ઊર્મિ થઈ આવી. શેડે વિચાર પણ ચાલ્યો પણ કેટલાક શ્રીમંતે બહાર ગામ હતા અને પ્રથમથી સારી રકમ ન લખાય તે ફંડ ભાંગી પડે–વળી સમયને પરિપાક નહિ હોય તેથી ભવિષ્યના કેઈ સમયને માટે તે વાત મુલતવી રાખવી પડી.
મહારાજશ્રીના વ્યાખ્યાને અને પ્રવૃત્તિઓની મુંબઈના સમાચાર પત્રમાં તથા જૈન પત્રમાં વિસ્તૃત બેંધ આવતી હતી. આ વ્યાખ્યાનની પણ સમાલોચના આવી