________________
૩૨૬
યુગવીર આચાર્ય વિકાસની તરફ આગળ વધી રહ્યા છે. ધર્મ અને વર્તમાન સભ્યતામાં માટે ભારે સંઘર્ષ થઈ રહ્યો છે. આધુનિક સભ્યતાનું જોર એટલું અધિક થઈ ગયું છે કે ધર્મ ત્રાહિ ત્રાહિ પિકારી ઊઠે છે. આવી દશામાં ધર્મની રક્ષાને માટે એ વાતની અત્યંત આવશ્યકતા છે કે આધુનિક વિદ્યાઅભ્યાસની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવાને પ્રબંધ કરવામાં આવે, એટલું જ નહિ પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ આધુનિક સભ્યતાની આંખથી બતાવવામાં આવે તે ધર્મ અને આધુનિક સભ્યતામાં કેટલું અત્તર છે તે આજના યુવકે સમજી શકે. તેઓ સમજી શકે કે જેટલું અન્તર સૂર્ય અને પતંગિયામાં છે, જેટલું અત્તર અંધકાર અને પ્રકાશમાં છે, જેટલું અંતર સોનું અને પિત્તળમાં છે, જેટલું અંતર ગુલાબ અને કરેણના ફૂલેમાં છેઃ તેટલું જ અને તેથી વિશેષ અંતર ધર્મ–જૈનધર્મ– મનુષ્યધર્મ અને સ્વાર્થપરાયણ વર્તમાન સભ્યતામાં છે.
“ગુરુદેવ એક વખત પંજાબમાં વિચરતા હતા. લુધિચાનાથી આગળ વિહાર કરવાના સમયે એક આર્યસમાજી આવ્યા. ગુરુદેવની પ્રતિભા જ એવી હતી કે ભલભલા તેમને જોઈને જ નમી પડે. ગુરુદેવે સભ્યતાથી તેમને બેસાર્યા. તેમણે કહ્યું. “મહારાજ, આપના કાર્યની પ્રશંસા સાંભળી આવ્યો છું. આપે પંજાબભરમાં મંદિરે કરાવ્યાં (ઉપદેશથી) હવે સરસ્વતી મંદિરે ક્યારે થશે.” ગુરુમહારાજે જે જવાબ આપ્યો તે આપણે સાંભળવા જેવો છે. “લાલાજી! હું હવે તેને જ વિચાર કરું છું. જ્ઞાન ક્રિયાભ્યાં મેક્ષા એ અમારું મૂળ સૂત્ર છે.” એ અંતિમ ઈચ્છા તે તે