________________
૩૧૫
રાજદરબારમાં સન્માન
રાજાજી પણ તેને લાભ લેવા હમેશાં આવતા. એક દિવસ હાથજોડી બોલી ઊઠયાઃ “ગુરુદયાળ! મારી ઉંમરમાં આ પ્રથમજ પ્રસંગ છે જ્યારે હું આ રીતે વ્યાખ્યાન સાંભળવા આવી શક છું. મેં વ્યાખ્યાન તે સાંભળ્યાં છે પણ આટલું મધુર, ગંભીર, હૃદયગ્રાહી, તેમજ આકષક તે આજેજ સાંભળ્યું. હું આપના દર્શનથી કૃતકૃત્ય થયો છું.”
ડાઈને સંઘ પિતાની સાથે પ્રભુપ્રતિમા લાવેલ જેથી આઠે દિવસ બપોરે ઘણાજ ઠાઠમાઠથી પૂજા ભણાતી. વ્યાખ્યાનની પેઠે પૂજામાં પણ સિ લાભ લેતા.
“પન્યાસજી ! જરા વલ્લભ વિજયજી મહારાજને બોલાને ! “ શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ પં. સંપતવિજયજીને કહ્યું.
કેમ સાહેબ! શું હુકમ છે?” વલ્લભવિજ્યજી મહારાજ સાહેબે પિતાને બોલાવવાનું કારણ વિનયથી પૂછ્યું.
“જુઓને, વડેદરાથી ડે. બાલાભાઈ મગનલાલનો પત્ર છે. તમારા વ્યાખ્યાને વિષે ગૂજરાતી પત્રમાં હમણાં હમણાં વિસ્તૃત સમાચાર આવતા જણાય છે. તે ઉપરથી વડોદરાનરેશની ઈચ્છા તમારું વ્યાખ્યાન સાંભળવાની છે. ડે. બાલાભાઈને તે મને ખૂબ પરિચય છે. તેમને આગ્રહ છે કે આપ જરૂર પધારો. શું કરીશું ?” શાંતમૂર્તિ શ્રી હંસવિજયજીએ વિગતથી વાત કરી.