________________
૩૧૩
રાજદરબારમાં સન્માન શ્રી હંસવિજયજીએ સૂચના કરી.
જરૂર ! તેમનું નામ અમે પણ સાંભળ્યું છે. તેમને આજેજ લખી દેશે. અમે આપ સૌનું સ્પેશ્ય સ્વાગત કરવા ઉત્સુક રહીશું” બક્ષીજીએ આનંદ બતાવ્યું.
બક્ષીજી! તમારે વિશેષ કામ રહે છે. તમે ખુશીથી જઈ શકે છે. પ્રતાપનગર આવીશું ત્યારે તમને અમે સમાચાર મોકલીશું.” શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ બક્ષીજીને જવાની સૂચના કરી.
શ્રી હંસવિજયજી મહારાજશ્રીને નદેદના મહારાજાની વિનતિ થતાં તેમણે આપણું ચરિત્રનાયકને પત્ર લખ્યો. તેમાં નાંદેદની વિનતિ વિષે તથા ત્યાં થવાના લાભ વિષે જણાવ્યું તેમજ બક્ષીજી આવીને નિમંત્રણ આપી ગયા છે. તેમજ તેમણે તેમના ભાઈને પણ ફરીથી મેકલ્યા છે તે તરત વિહાર કરી પ્રતાપનગર આવી મળે જેથી બન્ને આનંદપૂર્વક વિહાર કરી નાંદોદ પહોંચીએ.
મહારાજશ્રીને બીજે પણ તાકીદને પત્ર મળે અને મીયાગામથી સત્વર વિહાર કરી પ્રતાપનગર શાંતમૂર્તિ શ્રી હં સવિજયજી મહારાજશ્રીને મળ્યા. અહીં નાંદેદ રાજ્યના દિવાનસાહેબ મહારાજશ્રીના સ્વાગત માટે આવ્યા હતા. અહીંથી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ, શ્રી સંપતવિજયજી મહારાજ તથા આપે અન્ય મુનિઓ સાથે વિહાર કર્યો. નાંદેદ અડધે માઈલ દૂર હતું. ત્યાં નાંદેદ મહારાજાની તરફથી મહારાજશ્રીના સ્વાગત માટે રાજસી ઠાઠમાઠ યુક્ત