________________
યુગવીર આચાર્ય તેની તે ના પાડી શકાય તેમ નથી. પણ આજે સાધુસમાજની શક્તિ ભિન્ન ભિન્ન થઈ ગઈ છે.”
“તમારી વાત તદ્દન સાચી છે. અને આમ ને આમ ચાલ્યું તો સમાજ થોડા જ વર્ષોમાં છિન્નભિન્ન થઈ જશે. તે પણ હું જોઈ શકું છું.”
“માફ કરશે સાહેબ! પણ પહેલાના મહાપુરુષોએ –રાજાઓને ઉપદેશ આપી રાજ્યધર્મ તરીકે જૈનધર્મને સ્થાપવાના તેમજ તે દ્વારા તીર્થસ્થાને, જેનભંડારે, જૈનમંદિરની રક્ષા કરી જૈન ભાવના અને અહિંસાધર્મને પ્રચાર કરવાનાં મહાન કાર્યો કર્યા છે, તે આજે સ્વપ્નવત બની ગયાં છે.”
ભાઈ! એજ પંચમકાળનો પ્રભાવ. રાગ, દ્વેષ, અહંતા, વગેરેથી સાધુ પણ ક્યાં અલિપ્ત રહ્યો છે. હું જોઈ રહ્યો છું, પ્રત્યેક સાધુમાં–હું પણ તેમાં જ આવી જાઉં છું–પ્રાચીન કાળના મહાપુરુષોના તેજ ત્યાગ કે તપસ્યા ઓછાં થતાં માલુમ પડે છે. અને આ વિષે ગંભીર વિચાર કરવામાં નહિ આવે અને આ કમી પૂરી કરવાના જરૂરી પગલાં લેવામાં નહિ આવે તે સાધુજીવન નિર્વાહ ભયમાં આવી પડશે. જૈન સમાજનું કલ્યાણ પણ સાથે ભયમાં હશે જ.”
સાહેબ ! હું તે ગૃહસ્થી છું. પણ મને જૈનસાધુતા જગતભરમાં શ્રેષ્ઠ માલુમ પડી છે, એટલે જ દુઃખ થાય છે અને તેથી આપ જેવા વિચારક મહાત્મા સાથે ચર્ચા કરવા હિંમત કરી છે. આપ ધારે તે તેને ઉપાય કરી શકે. આપે કાંઈ કરવું જોઈએ.”