________________
જ
છે
!'
[૩૪]
મુનિ સંમેલન સાહેબ ! જૈન સમાજમાં સાધુ સમાજની પ્રતિષ્ઠા આજે પહેલા જેવી કેમ નથી દેખાતી?” વડોદરાના એક ગૃહસ્થ વાતવાતમાં સાધુસમાજની વાત કરી.
જમનાદાસભાઈ! હું શું કહું? જૈન સાધુને દુનિ યામાં જોટે નથી. સાધુ-મુનિ–સંયતિ–યતિ–સંવેગી એ નામમાં અને તેના ચારિત્ર્યમાં અસાધારણ શક્તિ છે. રાજા--મહારાજા જેની સામે મસ્તક નમાવે છે. અમીર, ઉમરાવ જેને શિર ઝૂકાવે છે, શેઠ શાહુકાર, ધન, માની, ગરીબ, તવંગર ભક્તિભાવથી ચરણરજ મસ્તક પર ચડાવે છે.” મહારાજશ્રીએ સાધુજીવનની મહત્તા કહી બતાવી.
પણ સાહેબ એ તે ભૂતકાળની વાત થઈ. એવી ચારિત્ર્યપાત્ર મહાન વિભૂતિઓ તો આજે નથી જોવામાં આવતી.”
જમાનાની અસર તે બધે હોય છે તેમ છતાં જૈન સાધુના આચાર આજે પણ શ્રેષ્ઠ ગણાય છે ?