________________
યુગવીર આચાર્ય
વીર સંવત ૨૪૩૮ આત્મ સંવત ૧૬ મહા વદી (પંજાબી ફાગણ) ૧૨ બુધ.
સર્વ મુનિઓના દાસ
વલ્લભવિજય તા. કા–મારી સમજ મુજબ આ કાર્ય શીધ્ર થવું જોઈએ કારણ કે આ સમયે ઘણુ મુનિવરો આસપાસમાં વિચરે છે. એથી જે આપ બધા મહાત્માઓને અનુકૂળતા હોય તે જેઠ સુદી ૫-૬-૭ એ ત્રણ દિવસો સમેલન તથા અષ્ટમીના દિવસે બધા મળી શ્રી ગુરુમહારાજની તિથિનું આરાધન કરી આનંદની લહેર લૂંટીએ.
આ કામ માટે વીરક્ષેત્ર–વડોદરા મારી દષ્ટિએ અનુકૂળ દેખાય છે. તેમ છતાં આપ સર્વે મહાત્માઓને જે સમય અને ક્ષેત્ર અધિક અનુકૂળ હોય તે નિશ્ચિત કરવામાં આવે. આ દાસ બધી રીતે તૈયાર છે. પરંતુ આ કાર્ય થવું તે અત્યંત આવશ્યક છે. એજ અન્તિમાં પ્રાર્થના.
દર મુનિચરણેને દાસ વલ્લભવિજય આ યોજનામાં જે જે મહાત્માઓએ સમ્મતિ આપી હતી તેમના નામ તથા તેમની સમ્મતિઓ અહીં આપવામાં આવે છે.
(૧) ઉપરની યોજના અતિ–ઉત્તમ છે. એ માટે સર્વ મુનિઓને એકત્ર થવું જરૂરી છે. અમે આવીશું માટે તમે પણ જરૂર આવો.
કમલવિજય દઃ ખુદ (આચાર્ય) (૨) સર્વ સમુદાયના મુનિયોનું એક જગ્યાએ મિલન થવું યોગ્ય છે. ફાયદો દેખાય છે. અમે પણ હાજર રહીશું.
દઃ વીરવિજય (ઉપાધ્યાય) (૩) મુનિ સંમેલનની ખાસ આવશ્યક્તા છે. તેમાં અનેક લાભ