________________
યુગવી આચાર્ય નવીન વિચાર સાધુસંગઠન માટે અત્યંત ઉપયોગી જણયાથી પહેલાં તેમણે આત્મારામજી મહારાજના સંઘાડાના સાધુ સમુદાયનું સંમેલન થાય તે તે માટે પૂરેપરે પ્રયત્ન કરવા નિર્ણય કરી લીધું. તે માટે માનનીય વૃદ્ધ આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી મહારાજ, ઉપાધ્યાયજીશ્રી વીરવિજયજી મહારાજ, પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મહારાજ, શાંતમૂતિશ્રી હંસવિજયજી મહારાજ આદિની સાથે પત્રવ્યવહાર કરી તેઓની સંમતિ મળવાથી “મુનિ સંમેલનની યોજના કરી. જે આ સંમેલન સફળ થાય અને બેત્રણ વર્ષમાં તેટલું સંગઠન સાધી શકાય તે બીજા સંઘાડાવાળા પણ પોતાનું સંગઠન જરૂર કરશે.
આ માટે આપે લખેલ પત્ર જાણવા જરૂરી છે.
શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદ મુરિભ્યો નમેનમઃ |
ચરણકરણધારિ મુનિભ્યો નમેનમઃ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ સશુરુના સન્તાનીય સર્વ મુનિમંડળના પાદપક્વોમાં મુનિચરણેના દાસ વલ્લભવિજયજીની સવિનય પ્રાર્થના છે કે --શાસ્ત્રકારોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉત્સર્ગવિવાદ, વિધિ પ્રતિષેધાદિપ્રતિપાદન કરેલ છે તે આપ મહાત્માઓને સુવિદિન જ છે.
આજકાલ સમય કેવો છે ! અને સમયાનુસાર આપણું ક્તવ્ય શું છે તે પણ આપ મહાત્માઓથી અજાણ્યું નથી. સુતેલાને જગાડવા તે ઉચિત છે પણ જાગતાઓને જગાડવાનો પ્રયાસ કરે તે તો મૂર્ખતા જ ગણાશે. તે પણ મારા મનમાં જે કાંઈ વિચાર આવ્યો છે તે આપ મહાત્માઓના ચરણોમાં રજૂ કરુ છું. હું આશા રાખું