________________
મુનિસમેલન
૩૦૯ ગર્ભિત રહેલા છે. એટલા માટે તે પ્રસંગ પર હાજર રહેવા અમે પણ ખુશી છીએ.
લિ. હસવિજય (૪) ઉપર લખેલું મને પણ મંજૂર છે.
લિ. સંપતવિજય (૫) મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજના લખ્યા પ્રમાણે મુનિમંડળનું સંમેલન થવામાં અનેક લાભ ગર્ભિત છે. એટલા માટે સંમેલન થવાની ખાસ જરૂર છે. અમે તેમ અંતઃકરણપૂર્વક ઈચ્છીએ છીએ અને તે અવસર પર અમે આવવાને ખુશી છીએ. મુનિમંડળના સમેલનને માટે ડભોઈ વિશેષ અનુકૂળ પડશે એમ અમારું માનવું છે. પણ વડોદરામાં થાય તો પણ અમને તેમાં કોઈ પ્રતિફળતા નથી.
મુ. કાંતિવિજય દઃ પિત
( પ્રવર્તક )
લિ. અમૃતવિજય દઃ પોતે સમેલન ઉત્સવને શરૂ થવાને છેડી વાર હતી. તેથી દૂર હોવાના કારણે જે જે મુનિરાજેએ સંમેલનમાં આવી શકવાને અસમર્થતા બતાવી હતી તેઓને એક પત્ર મેકલવામાં આવ્યું હતું જે નીચે આપવામાં આવે છે –
શ્રી ૧૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી વિજયકમલસૂરિ, શ્રી ૧૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી, શ્રી ૧૦૮ મુનિ મહારાજશ્રી હંસવિજ્યજી આદિ ૩૭ મુનિ તરફથી તમોગ્ય અનુવંદના, વંદના સાથે જણાવવાનું કે અહીં સુખશાતા છે, આપની સુખશાતાના સમાચાર દેશછે. વિશેષ સ્વ. ગુરમહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદ સુરિ ( આત્મારામજી) મહારાજશ્રીના પ્રતાપથી સાધુઓનું એક