________________
३०२
યુગવીર આચાર્ય
બાજુમાં જ બેઠા હતા. છેલ્લી પૂજા શરૂ થવાની હતી. નાથાલાલ ગવૈયાએ વચ્ચે એક સ્તવન લલકાર્યું હતું. ત્યાં એક દેડતા આવતા માણસે તેજ શેઠને આવીને ખબર આપ્યા કે તેની પુત્રી રમતાં રમતાં મેડી ઉપરથી પડી ગઈ.
શેઠને ભારે ચિંતા થઈ! પૂજામાંથી ઉઠવું કે કેમ? હવે એક જ પૂજા બાકી છે ! અરે આ કેવા કર્મને ઉદય ? શું હું આજે આ સંઘમાં આવ્યું તેની શિક્ષા તો નહિ હોય! શું કરવું ! ભારે મથામણ થવા લાગી.
ગુરુમહારાજે કહ્યું “તમે ચિંતા ન કરો. ધર્મપ્રતાપે તમારી પુત્રીને કાંઈ જ નહિ થાય! છતાં તમે ખુશીથી જઈ શકે છે. પૂજા પૂરી થઈ જશે. ”
પિતાને જીવ તે કેમ રહે. ગુરુમહારાજની રજા લઈને ઉઠયા અને ઘેર આવ્યા તે પુત્રી ઘરમાં બેઠી બેઠી રમતી હતી. પિતાએ પૂછયું કે બેટા કેમ કરતાં પડી ગઈ! ક્યાં વાગ્યું?
છોકરી તે હસતી હસતી કહેવા લાગીઃ “ ઉપર અમે ઘરઘર રમતાં'તાં, તેવામાં બારીમાંથી પાણી સીંચતા ઉલળી પડી પણ નીચે કોઈએ મને ઝીલી લીધી. મને જરાએ વાગ્યું નથી.” કેવું આશ્ચર્ય! ખરેખર ધર્મકાર્ય અને ધર્મદષ્ટિનું ફળ અદ્ભૂત હોય છે. પેલા ભાઈ ગુરુદેવની પાસે આવ્યા ત્યારે પૂજા પૂરી થઈ ગઈ હતી. તે ગુરુચરણમાં નમી પડ્યા અને ગુરુ મહારાજે તેમને આશીર્વાદ આપ્યા.
અહીંથી વિહાર કરી જુદા જુદા ગામોમાં વિચરતા ડાઈ શ્રીસંઘની આગ્રહભરી વિનંતિથી આ૫ ડભાઈ પધાર્યા. ત્યાંથી નીકળેલા વડોદરાના સંઘમાં વડોદરા પહોં.