________________
સમાધાન અને સુઘાર
૨૯૯
જાતિની ઈચ્છાવિરુદ્ધ અપરાધ કરશે તો તેને જાતિબહાર ગણવામાં આવશે. તેની સાથે કેઈપણ ભાઈ કોઈપણ જાતને વ્યવહાર કરશે નહિ.
(૩) લગ્નપ્રસંગે ત્રણ દિવસ ગૈરવ જમાડવાને અને ચોથે દિવસે વરેડી કરવાનો ઠરાવ હતો તેને બદલે એમ ઠરાવવામાં આવે છે કે એક દિવસ “ૌરવ” કર અને એક દિવસ “વઠી” કરવી. વરેઠી કન્યાના પિતાને ઘેરજ થાય અને તેને માટે વરવાળા રૂ ૧૦૧) કન્યાના બાપને આપે.
અહીં શ્રી ધરણંદ્રપાર્શ્વનાથજીની અલૌકિક મૂર્તિના દર્શનથી અત્યંત આનંદ થયો. ત્રણ દિવસ પંચનું કામ ચાલ્યું. ત્રણે દિવસ વ્યાખ્યાન, પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય આનંદપૂર્વક થતાં રહ્યાં.
વણછરાથી વિહાર કરી પાછિયાપુર પધાર્યા. અહીં અડાઈમહત્સવ આદિ સારી ધામધૂમ થઈ પાછિયાપુરથી અન્યાન્ય ગામોમાં ઉપદેશ આપતા સિનોર પધાર્યા.
બાપજી ! અમે તે સાંભળ્યું કે આપને રસ્તાના ગામમાં આહાર પાણીની ભારે મુશ્કેલી પડી?” એક ભાઈએ વાત સાંભળીને ચિંતાથી પૂછયું.
વાત તો ખરી ! પણ તેમાં શું? સાધુજીવનમાં અનેક જાતના પરિસહે તે હોય છેને?” મહારાજશ્રીએ જવાબ આપે. .. “ પણ સાહેબ ! આ બધા ગામોમાં જૈનેના કોઈકોઈ ઘર તે છે જ !”