________________
સમાધાન અને સુધાર
૨૯૭
કાઠીઆવાડમાં તે કન્યાવિકય સાંભળ્યો છે, પણ શું ગૂજરાતમાં પણ કન્યાવિક્રય થવા લાગે છે?” મહારાજશ્રીએ આશ્ચર્ય બતાવ્યું.
મહારાજશ્રી ! અહીં પણ ઘણા સમયથી છે. અમદાવાદ, પાટણ આદિ શહેરોમાં કન્યાઓ પૈસા લઈને આપવામાં આવે છે. ” આગેવાનેએ પરિસ્થિતિ સમજાવી.
તમારું પંચ કેટલા ગામોનું છે અને ક્યારે મળવાનું છે.”
અમારૂં પંચ ૭૦ ગામેનું છે. અને તે બે દિવસમાં જ મળવાનું છે.”
“ત્યાંસુધી તે જરૂર સ્થિરતા થશે. મારાથી બનતે પ્રયાસ પંચના સુધારા માટે કરીશ. તમે પણ મુખ્ય મુખ્ય આગેવાનોને પહેલેથી સમજાવી રાખશે.”
“કૃપાનિધિ ! આપની વાણીમાં તો એવો પ્રભાવ છે કે આપ ધારો તે કરાવી શકે. આ બધા ભાઈઓ તે આપના ઉપદેશ પ્રમાણે જરૂર સુધાર કરશે. અમે ઘણા વખતથી તે માટે પ્રયાસ તે કરીએ છીએ. આજે પંચના ભાગ્યમેજ આપ જેવા ગુરુ અહીં આવી પહોંચ્યા છો.”
એ તે ભાવભાવ છે. નિમિત્ત પ્રમાણે થયા જ કરે છે. મારું-તમારું નિમિત્ત હતું તે આ પ્રસંગે જ મારે આવવાનું થયું. તમે નિશ્ચિંત રહેશે. પંચના કલ્યાણનો વિચાર આપણે જરૂર કરીશું.”
વણછરા ગામમાં ૭૦ ગામના દશાશ્રીમાળીઓનું પંચ મળ્યું. મહારાજશ્રીએ જૈનધર્મ, જૈન સિદ્ધાંત અને જૈન સમાજ