________________
૨૯૬
યુગવીર આચાય
રૂપ છે, સાધુ તરીકે મારે આવી બાબતો હાથ ધરવી ન લે એ પણ ધ–વૃદ્ધિની દ્રષ્ટિથી મેં મારા ચૂકાદા આપ્યા છે.
વીર સંવત ૨૪૩૮, આત્મસંવત ૧૬ વિક્રમ સ. ૧૯૬૮ ટક સુદી ૧૪ રિવવાર તા. ૫ નવેમ્બર ૧૯૧૧.
શ્રી. જૈન સંઘને દાસ મુનિ વલ્લભવિજય
આ ચૂકાદાથી બન્ને પક્ષેાને સતાષ થયા ઘણા વખતનેા કલેશ મટયેા. બધે શાંતિ પ્રસરી.
મીયાગામમાં જૈન પાઠશાળા પણ કાઈ કલેશથી અંધ થઈ ગઇ હતી. તે મહારાજશ્રીની પ્રેરણાથી ચાલુ થઈ અને તે હંમેશાંને માટે ચાલુ રહે તેથી ત્યાંના કપાસીયાના વ્યાપારીઓ પર થાડાથેાડા લાગા નાંખવામાં આવ્યું. અહી ઉપાધ્યાયશ્રી વીરવિજયજી મહારાજ તથા રતલામ શ્રીસંઘની પ્રેરણાથી ઋષિમંડલની અને નંદીશ્વર દ્વીપની પૂજાએની રચના કરી. મિયાગામથી વિહાર કરી આપ સુરવાડા થઈ વછરા પધાર્યાં. સુરવાડામાં આપના ઉપદેશથી ઘણા માંસાહારીઓએ માંસ અને દારૂનો ત્યાગ કર્યો.
૨
“ સાહેબ! આપ પધાર્યા છે તે કૃપા કરી અમારુ પંચ મળવાનું છે ત્યાંસુધી આપ સ્થિરતા કરા તે ઘણાજ લાભ થશે. અમારે ત્યાં કન્યાવિક્રયનો રિવાજ બહુ વધી પડચા છે, તે તે માટે આપશ્રી ઉપદેશ આપશે તે તેની માટી અસર થયા વિના નહિ રહે. ” વણછરાના ચાર આગેવાતાએ વિનતિ કરી.