________________
૨૯૪
યુગવીર આચાર્ય (૪) સાધુ કહેવાઉં છું. જાતિ જાતિને ઝગડામાં કોઈ પણ જાતની દખલ કરવી સાધુતાને શોભાસ્પદ નથી. પણ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં છેવટે ધર્મ સંબંધી કાર્યોમાં બાધા પડવાની સંભાવના જોઈને પરસ્પર વિર-વિરોધ શમે તે હેતુ માત્રથી તેમજ પંચની તરફના દસ નેતાઓની પ્રબળ ઈચ્છાથી આ વિષય મારે મારા હાથમાં લેવો પડ્યો છે.
(૫) એ વાત તે નિઃસંદેહ છે કે જ્યાં બે પક્ષ હોય છે, ત્યાં ચૂકાદો દેનાર બન્ને પક્ષોને પરિપૂર્ણ રીતે સંતોષી શકે નહિ; તેમ છતાં બન્ને પક્ષો તે ચૂકાદાને માનવા પ્રતિજ્ઞાબદ્ધ ગણાય છે. આ વિષયમાં બને ત્યાં સુધી બન્ને પક્ષને સંતોષ થાય તેવો પ્રયત્ન કરવામાં કચાશ રાખી નથી. માટે આશા છે કે બન્ને પક્ષો સંતોષ ધારણ કરી ક્ષક વાતોને પિતાના મનમાંથી કાઢી નાંખશે.
(૬) એમાં સંદેહ નથી કે જે ભાઈને માટે આ ઝગડે થયે છે તે વાસ્તવિક રીતે અપરાધી છે અને સાને લાયક છે. કારણ બન્ને પક્ષના ખાસ ખાસ માણસે પણ તેનું કાર્ય અનુચિત માને છે. અને અનુચિત કાર્ય થયું તે તે કરનાર અપરાધી છે જ. અને અપરાધીને યથોચિત દંડ મળે તે એક પ્રકારની નીતિ પણ છે, પણ અપરાધીને પુણ્યબળથી આજ પર્વ-દિવસ આવી ગયો છે.
(૭) પર્વને દિવસે તે સજા પામેલા અપરાધીને પણ મુક્ત કરી દેવો જોઈએ એમ શાસ્ત્રનો નિયમ છે. તે પ્રમાણે શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજના ઉપદેશથી મહારાજા કુમારપાળે અને શ્રી હીરવિજય સૂરિ મહારાજના ઉપદેશથી બાદશાહ અકબરે જે કાંઈ કર્યું છે તે બધા જૈને જાણે છે. તેથી આજે પર્વના દિવસે અપરાધીને કેઈપણ જાતની સજા કરવી હું ઉચિત સમજતો નથી, પણ અપરાધીને સજાથી મુક્ત કરવાની સૂચના કરું છું.
(૮) અદાલતને પણ એવી સત્તા હોય છે કે અપરાધ સાબીત