________________
સમાધાન અને સુધાર
૨૯૩ શ્રેતાજનેને આનંદ અને આશ્ચર્ય થયું. પર્યુષણ જેવા પર્વોમાં જે કામ ન થયું, વર્ષોના પ્રયત્નથી જે ન સધાયું તે એક ક્ષણમાં થયું. કે ચમત્કાર ? કે પ્રભાવ? વાણુને જાદુ–પ્રેમને પ્રભાવ, સમાજ સંગઠનની ધગશ અને સાધુતાની ઝલક પગલે પગલે પરખાય છે.
૧૯૬૮ ના કાર્તક સુદી ૧૩ ના દિવસે એક પ્રતિજ્ઞાપત્ર લખીને તેઓશ્રીને ચૂકાદે આપવા વિનંતિ કરી. દરમ્યાન મહારાજશ્રીએ બધી વસ્તુસ્થિતિ જાણી લીધી હતી. જરૂરી માહિતી મેળવી લીધી હતી અને જે જે ભાઈઓને પૂછવાનું હતું તે બધું પૂછીને પિતે નીચે પ્રમાણે ચૂકાદે આપ્યું.
___ बंदे वीरम् (૧) પરમાત્મા શ્રી મહાવીર સ્વામી તથા ગુરુ મહારાજ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ–આત્મારામજી મહારાજને નમસ્કાર કરીને પ્રગટ કરું છું કે, આજે ચોમાસી ચૌદસ છે. તેથી કોઈ પણ જાતને વૈર-વિરોધ શાન્ત થાય તે ચોમાસી પ્રતિક્રમણ સફળ થયું ગણી શકાય.
(૨) પ્રતિ વર્ષ પર્યુષણના દિવસોમાં વાંચવામાં આવે છે કે વિદાયન રાજાએ પોતાના અપરાધી ચંડપ્રદ્યોત રાજાને રાજ્ય આપી તેને ક્ષમા આપી ત્યારે ઉદાયને પોતાનું સંવત્સરી પ્રતિક્રમણ સફળ થયું માન્યું.
(૩) આ ઝગડામાં તે એવી કોઈ વાત છે નહિ, કોઈને કાંઈ દેવાનું પણ નથી. માત્ર માનરૂપી તલવારને મ્યાનમાં રાખવાનું કામ છે. અને તે બન્ને પક્ષો માટે જરૂરી છે, કારણ કે આ ઝગડો બને તરફની ખેંચતાણમાં વધી પડયો છે. આશા છે કે ઉદાયન રાજાનું દ્રષ્ટાંત ધ્યાનમાં રાખીને બન્ને પક્ષે પોતાના મનને શાંત કરી શ્રી જિનેશ્વર દેવના આજ્ઞાધારક બનશે.