________________
૨૮
યુગવીર આચાર્ય વિષે વિવેચન કર્યું અને પંચને સમજાવ્યું કે “કન્યાવિક્રય જેવી ઘાતકપ્રથા જે જૈન સમાજમાં ચાલી રહી છે તે એક જાતની હિંસાજ છે એટલું જ નહિ પણ એ એક જાતનું કસાઈનું કામ છે. અરે. કસાઈત મુડદાલનું માંસ વેચે છે જ્યારે કન્યાવિક્રય કરનાર જીવતાનું માંસ વેચે છે. પિતાના પ્યારા બાળકને વેચવા એ કયાંને ન્યાય? અને એ હરામને પૈસે તે સાડાત્રણ દિવસ પણ નથી રહેતો. એટલું જ નહિ પણ તે આપણું સત્યાનાશ લાવનાર થાય છે. દીકરીને નિસાસાનું શું પરિણામ આવે? કઈ જૈન કન્યાવિક્રય કરે એ ધર્મ વિરુદ્ધનું વર્તન ગણાય. એ જેન જ ન ગણાય.
આ માર્મિક વચનેની પંચને સારી અસર થઈ અને નીચે પ્રમાણે સુધારા કર્યા –
“સંવત ૧૯૬૮ના કાર્તક વદી ૪ શુકવાર શ્રીદશાશ્રીમાળી પંચ સમસ્ત નીચે હસ્તાક્ષર કરવાવાળા ગામ વણછરામાં નીચે પ્રમાણે ઠરાવ કરીએ છીએ.
(૧) અમારી જ્ઞાતિમાં કન્યાવિક્રયને રિવાજ પહેલેથી આજસુધી ચાલ્યો આવે છે. તે માટે શ્રી મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી મહારાજના ઉપદેશથી અમારા પરિ ણામાં પરિવર્તન થયું અને તેથી તે રિવાજ બંધ કરવા માટે અમે આતુર થઈને મહારાજ સાહેબ સમક્ષ પ્રતિજ્ઞા કરવા તૈયાર થયા છીએ. . (૨) વિશેષ અમે પાટણ, અમદાવાદ આદિ પરદેશમાં કન્યાઓ આપતા હતા. તે હવેથી કન્યાઓ બહાર દેવાનું બંધ કરીએ છીએ. આટલી બંધી કરવા છતાં જે કંઈ