________________
૨૯૨
યુગવીર આચાર્ય
ગુરુદેવ! કાલે અષ્ટમી છે. બન્ને ગામના આગેવાને વ્યાખ્યાનમાં આવશે. તેજ પ્રસંગે જે આપ બે શબ્દ કહેશે તે કામ થઈ જશે.” તે ભાઈએ સૂચના કરી.
“ હું પણ એજ વિચાર કરું છું.”
તમે બને ગામના આગેવાનભાઈએ આજે હાજર છે. મારું સાધુનું કામ ટંટા-ફિસાદમાં પડવાનું નથી. તમારા સામાજિક બંધારણમાં દખલ કરવાને મારે ઈરાદે પણ નથી, પણ જ્યારથી મેં સાંભળ્યું છે ત્યારનું મને ચેન નથી. બે ગામના સ્વામીભાઈએ પર્યુષણ જેવામાં પણ સાથે બેસી આનંદથી જમી ન શકે અને નજીવા કારણસર વૈરવિરોધ વધતાં જાય તે બરાબર નથી. બન્નેએ થોડી ઉદારતા રાખવી જોઈએ, જૈન સમાજમાં તે ક્ષમા એજ ભૂષણ છે. મને તે દુઃખ થાય છે માટે કહું છું. હું તે કાલે ચાલ્યા જઈશ પણ મારાથી તમારે રટલે હક કર્યાને આનંદ નહિ ભોગવાય. તમે ધારો તે આજેજ એક થઈ શકે છે. પર્યુષણમાં પણ આનંદ નહોતે તે તમે જોયું. હવે તો અમારે વિહાર કરવાનો દિવસ પણ આવી પહોંચ્યો. ભિક્ષા તે તમે આપે છે પણ જતાં જતાં મારે તે “સમાધાન” ની ભિક્ષા જોઈએ છે. બેલે શું કહે છે?”
મહારાજશ્રીના માર્મિક અને મધુર વચનોની જાદુઈ અસર થઈ. બન્ને ગામવાળાઓએ મહારાજશ્રી જે ચૂકાદો આપે તે મંજૂર કરવા ઈચ્છા બતાવી અને તે માટે એકબે દિવસમાં લેખિત પ્રાર્થનાપત્ર આપવા પણ જણાવ્યું.