________________
૩૮
યુગવીર આચાર્ય રહે. તારે માટે બને ઘર સરખાં છે. અહીં ફાવે તે અહીં જમવા આવતે જા. તને કોઈ નહિ રોકે.”
તે તે મારે બીજું જોઈએ શું, મોટાભાઈ !”
બસ! આજથી નિર્ણય કરી લે. અને સાંભળ, જમીને મારી પાસે આવતે જા. મને સારાં પુસ્તક વાંચી સંભળાવ. તારું પણ જ્ઞાન વધશે. અને જે મારું કહેવું માનીશ તો તારી ભાવના એક દિવસ ફળશે.”
કયારે ફળશે મોટાભાઈ! શું જરૂર ફળશે?”
જરૂર! જરૂર! ફળશેજ. પણ તારી કસેટી પૂરી થશે ત્યારે.”
સંસાર સમુદ્રમાં જહાજ ચાલ્યું જાય છે. જહાજને જવું છે ચેકસ સ્થળે. વચ્ચે તફાને આવે છે, મજા ઉછળે છે, ખડકે પાસે થઈ પસાર થવાનું હોય છે, જહાજ પણ એ બધાં તોફાનોને વટાવી જાય છે. દીવાદાંડી એ તે જહાજની એકમાત્ર માર્ગદર્શિકા છે. દીવાદાંડીના પ્રકાશે પ્રકાશે તે પિતાનો માર્ગ કાપે છે. અને છેવટે પિતાના દયેયને પહોંચે છે.
આપણા ચરિત્રનાયક પણ આવી જ રીતે કપરી કસોટીઓમાંથી પસાર થઈ રહ્યા છે. એક પછી એક વિદને, મુશકેલીઓ આવે છે. પિતાના એક માત્ર ધ્યેયને ન ભૂલતાં દીક્ષારૂપી દીવાદાંડીના પ્રકાશ પાછળ મક્કમ ચાલ્યા જાય છે. છેવટે એક દિવસ પિતાના મનોરથ સિદ્ધ થાય છે,