________________
૫૪
યુગવીર આચાર્ય આવતી હતી. બેત્રણ કસોટીમાં તે નિષ્ફળતા મળી હતી છતાં ગુરુમહારાજે પિતાનું લખવા વગેરેનું તેમજ પત્રવ્ય વહારનું કામ તેમને સેપ્યું હતું. તે એવા તે કાર્યકુશળ હતા કે સેપેલું પ્રત્યેક કાર્ય બહુ કાળજીભરી રીતે ચેકસાઈથી કરતા હતા. અક્ષર તે જાણે મેતીના દાણુ, બધા મુનિરાજે તે તેમને અત્યારથી જ ગુરુદેવના ખાસ મંત્રી કહેતા હતા.
આત્મારામજી મહારાજ સાહેબ કયાં છે !” એક સિપાઈએ એકાએક પૂછ્યું.
“કેમ શું કામ છે ! વ્યાખ્યાનમાં છે. ” ધર્મશાબાન મુનિએ જવાબ આપ્યો.
“ક્યારે આવશે !”
“ વ્યાખ્યાન પૂરું થવાની તૈયારી છે. પણ કહો તે ખરા તમારે મહારાજશ્રીનું શું કામ છે !”
“મુનિમજી ! વાત એમ છે કે મહારાજા સાહેબ પર કેઈને તાર આવ્યો છે એટલે મહારાજશ્રીને દરબારમાં બોલાવ્યા છે.”
“અમારા મહારાજશ્રી તે દરબારમાં ન આવી શકે. પણ કેને તાર છે, અને મામલે છે તે જણાવે તે શું કરવું તેની સમજ પડે. અને આ મહારાજશ્રી પણ
પધાર્યા.”
સાહેબ! દરબારમાંથી સિપાઈ આવ્યું છે. અને કહે છે કે મહારાજા સાહેબ આપને દરબારમાં બોલાવે