________________
યુગવીર આચાર્ય
આવેલા હતા. એક દિવસ પ્રસંગ જોઈને આપણું ચરિત્રનાયકે ગુરુદેવની અંતિમ ભાવના વિષે ઉલ્લેખ કરતું હૃદયંગમ વ્યાખ્યાન આપ્યું અને સભાએ પાંચ પ્રસ્તાવ પસાર કર્યા.
(૧) જંડિયાલા શહેરમાં પ્રતિષ્ઠા મહોત્સવ સમયે શ્રી આત્માનંદ જૈન પાઠશાળા-પંજાબ” ને માટે જે ફંડ શ્રીસંઘ પંજાબે સ્થાપિત કર્યું છે તેમાં જે જે શહેરોને હિસે આવ્યા નથી તે શહેરને પિતાને હિસ્સે લખાવી દેવે જોઈએ.
( ૨) ૧લી મે ૧૯૦૧થી પ્રત્યેક નગરના શ્રદ્ધાળુ ભાઈબહેને એ પિતપોતાની શક્તિ પ્રમાણે પ્રતિદિન ઓછામાં ઓછી એક પાઈ આ ફંડમાં જરૂર આપે. વિશેષ ઈચ્છાનુસાર આપી શકે છે. આ નિયમ હમણાં દસ વર્ષને માટે કરવામાં આવે છે.
(૩) “શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ” ને માટે પુત્રના વિવાહ પર પાંચ રૂપીઆ અને પુત્રીના વિવાહ પર બે રૂપીઆ પ્રત્યેક કુટુંબ દાન આપે. વિશેષ આપવાને પ્રત્યેકને અધિકાર છે.
(૪) લગ્ન પ્રસંગે જે રીતે શ્રી મંદિરમાં રૂપીઆ આપવામાં આવે છે તેવી જ રીતે “શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ”ને માટે પણ રૂપીઆ આપવા જોઈએ. કારણ કે પંજાબ દેશમાં પ્રાયઃ બધા સ્થાનમાં શ્રી જિનમંદિર બની ગયાં છે, બની રહ્યાં છે અને તેને માટે ખર્ચની પણ વ્યવસ્થા થઈ છે. હવે જ્ઞાનના ઉદ્ધારને વિચાર કરો તે