________________
२३४
યુગવીર આચાર્ય સુદી ૩ ને દિવસ હતો. તે દિવસના દાનથી શ્રેયાંસકુમારને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ. તેથી તે દિવસને અક્ષય તૃતીયાઅખાત્રીજ કહે છે. અહીં આનંદપૂર્વક યાત્રા કરી. ગુરુ મહારાજ તથા સંઘ આવ્યાના સમાચાર સાંભળી આસપાસના ગામોના લોકો અહીં આવી પહોંચ્યા. પૂજાસ્વામી વાત્સલ્ય વગેરે આનંદપૂર્વક થયાં. યાત્રા કરી મહારાજશ્રી મેરઠ આવ્યા. અહીં બનેલી આદિ ગામના ભાઈઓએ જમુના પારના ગામમાં વિચરવા અને ગ્રામ્ય જનને ઉપદેશામૃતને લાભ આપવા પ્રાર્થના કરી. માસાને હજી વાર હતી, તેથી મહારાજશ્રીએ તે તરફ જઈ આવવા ઈચ્છા બતાવી. મેરઠમાં દિગમ્બર ભાઈઓના ઘર વિશેષ હોવાથી ત્યાં રહેવા ઈચ્છા નહોતી પણ દિગમ્બર ભાઈઓની વિનતિથી ત્યાં રહેવું પડયું. બે સાર્વજનિક વ્યાખ્યાન થયાં. ત્સવ હોવાથી વ્યાખ્યામાં પણ ઠીક લેકે આવતા હતા.
મેરફથી આપ બીનૌલી પધાર્યા. અહીંના પ્રતિષ્ઠિત ગૃહસ્થ લાલા મુસદ્દીલાલજીએ પોતાની દુકાને મંદિરને માટે આપી. મંદિરનું કામ શરૂ થઈ ગયું. પ્રતિષ્ઠાની તૈયારી પણ કરી હતી, પણ કોઈ કારણવશ પ્રતિષ્ઠા થઈ શકી નહોતી. લાલા મુસદ્દીલાલજીના સુપુત્ર લાલા શ્રીચંદ્રજી તથા બાબુ કીર્તિપ્રસાદજી બી. એએલ. એલ. બી આદિની ઉત્કટ અભિલાષા હતી કે હવે મહારાજશ્રીના મંગલ હસ્તે પ્રતિષ્ઠા થઈ જાય.
સં. ૧૯૬૪ ના વૈશાખ સુદી ૮ ના બીનૈલીમાં