________________
જન્મભૂમિનું ઋણ
૨૮૯ આઘાત પામ્યા. “ત્રણસો વર્ષ પહેલાં જે ગંધારમાં લાખોની વસ્તી હતી તે આજે વેરાન દેખાય છે. પાંચ પચીસ માણસે પણ નજર નથી આવતાં. જ્યાં હજારે મનહર મહેલે ને અટારીઓ હતી ત્યાં ૨૦-૨૫ ઝુંપડાં દેખાય છે. જે સ્થાન સાયંસંધ્યા મંદિરના ઘંટા–નાદથી ગાજી રહ્યું હતું ત્યાં એક ઘંટડીને અવાજ માત્ર સાંભળવા મળે છે. જે ભૂમિ શ્રી હીરવિજયસૂરિ જેવા પ્રભાવિક પુરુષોએ પાવન કરી હતી અને જ્યાં દિવ્ય ઉપદેશ આપ્યો હતો જે ઉપદેશની પ્રતિધ્વનિ બાદશાહ અકબરના કાન સુધી પહોંચી હતી તે સ્થાનમાં મુનિરાજેને ઉતરવા ઠામઠેકાણું નથી. આજ ગંધારના અવશેષે જોઈ જોઈ ને આંખ ભીની થાય છે. એક જિનાલય ઉંચું માથું કરી ગંધારની પ્રાચીન સ્મૃતિની ચાદ આપે છે.”
ગંધારની યાત્રા કરીને સંઘ ભરૂચ પહોંચે. અહીં પંન્યાસજી મહારાજશ્રી સિદ્ધિવિજયજી-(હાલ આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજનું દર્શન કરી આનંદ પામ્યા. ત્રણ દિવસ તેમની સેવામાં રહ્યા. ભરૂચથી વિહાર કરી આપે જગડિયા તીર્થની યાત્રા કરી. તેઓની સાથે પં. શ્રી સિદ્ધિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી મેઘવિજયજી પણ જગડીયા સુધી આવ્યા હતા. અહીંથી સુરત પધાર્યા. સુરતમાં આપને પ્રવર્તકશ્રી કાન્તિવિજયજી મહારાજ, શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજ તથા પં. શ્રી સંપતવિજયજી મહારાજનાં દર્શન થયાં. ત્રણે મુનિમહાત્માઓના ચરણકમલમાં સાદર વંદણા કરીને પોતાની જાતને ધન્ય ધન્ય માનવા લાગ્યા.