________________
ફ્રાન્તિકારી કે શાંતિકારી
૨૫૯
જયપુરના શ્રીસંઘને નારાજ કરીને હવે અજમેર તા ન જ આવી શકાયને ? ”
''
“ વળી ગુરુવર્ય ! અમારી ઈચ્છા આપણી કેન્ફરન્સનું અધિવેશન કરાવવાની છે અને જો આપશ્રી પધારો તે રૂ. ૪૦૦૦૦ સુધીના હું ખર્ચ કરવા તૈયાર છું. ” સચેતીજીએ પેાતાની ભાવના જણાવી.
""
''
લાભ દષ્ટિએ તે અજમેર પસંદ કરવા જેવું છે પણ સચેતીજી ! જયપુર શ્રીસંઘને વચન આપી દીધુ છે. આ ઉત્સવ પછી તે જરૂર અજમેર થઇને ગૂજરાત જઈશું.” દીક્ષાના દિવસેાને બેજ દિવસની વાર હતી, ત્યાં એક વિઘ્ન આવ્યું. કેઈ વિધ્રૂસ તાષીએ પેાલીસમાં અરજી કરી કે જે છોકરાઓને દીક્ષા આપવાની છે તેની તેના માતાપિતાને બિલકુલ ખખર નથી. આ કામ ચૂપચાપ થવાનું છે. સરકાર તેની તપાસ કરે અને યાગ્ય કરે. પછી પૂછપુંજ શું? પેાલીસને તેા સાચીખાટી ખબર મળવી જોઈ એ. હવે શું થાય? એ દિવસની વાર હતી. બધા મૂઝવણમાં પડચા. શ્રીસંઘને પણ આ ઉપાધિથી એક ચિંતા વધી. મહારના લોકોને પણ થયું કે આ આફત કાંથી ? પણ આપણા ચરિત્રનાયકના મનમાં શાન્તિ હતી.
“ તમે મધા શા માટે ચિંતા કરા છે ? આપણે કાં ચારી છે? જે કામ જાહેર રીતે કરવાનું છે તેમાં ડરવાની શી જરૂર છે? આ પણ એક કસાટી છે. જુએ તેા ખરા અધાં સારાં વાનાં થઈ રહેશે. ગુરુદેવની કૃપાથી આવાં ધમકાર્ય કદી અટકતાં નથી. ”