________________
२७२
યુગવીર આચાય
પ્રેરણા વિના આપવા તૈયાર થયા છે તે આપ લાભાલાભ વિચારી અમારી વિનતિ સ્વીકારે. ” ત્યાં બેઠેલા બધા આ પ્રસ્તાવ સાંભળીને દિંગ થઈ ગયા અને મહારાજશ્રીને વીગતે વસ્તુસ્થિતિ જણાવી ફરી વિનતિ કરી.
શ્રી ગેાદડશાહની ઉદારતા તથા શ્રીસ’ઘના આગ્રહથી સાથેના સાધુઓની સમ્મતિ લઈને આપે પાલનપુરમાં ચામાસું કરવાની સંમતિ આપી. શ્રાવકોની ઈચ્છા પૂર્ણ થઈ. બધા જયજયકાર કરતા પેાતાને સ્થાને જઈ મીઠી નીંદમાં સૂતા. આપે પણ આરામ લીધેા.
ખીમચંદભાઈ આદિ વડાદરાના જે ભાઈ એ મહારાજશ્રીના વિહાર માટે રેાકાયા હતા. તે પાલનપુરના ઉત્સાહ તથા આવેા લાભ જોઈને વદણા કરી ચાલ્યા ગયા.
ચામાસાને નિર્ણય થતાં આપે મુનિશ્રી લલિતવિજયજી, શ્રી વિજ્ઞાનવિજયજી, શ્રી વિષ્ણુધવિજયજી, શ્રી તિલકવિજયજી, શ્રી વિદ્યાવિજયજી, અને શ્રી વિચારવિજયજીને માંડલીયા ચેાગેાદ્વહન કરાવવાને માટે મહેસાના ૫. મહારાજશ્રી સિદ્ધિવિજયજી હાલ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજની પાસે માકલ્યા. પાંચે મુનિએની વડીદીક્ષા કરાવીને મુનિ મહારાજશ્રી લલિતવિજયજી આપની સેવામાં આવી ગયા. આપના માટા શિષ્ય શ્રી વિવેકવિજયજી મહારાજ પણ પાતાના શિષ્ય ઉમ‘વિજયજીની સાથે આપની સેવામાં પાલણપુર આવી ગયા.
૫
“ ગુરુમહારાજ ! કલકત્તાથી ખાષ્ટ્ર ભવરસિ’હજી દીક્ષા