________________
૨૮૪
યુગવીર આચાર્ય આનંદિત થયા. આજથી ૨૧ વર્ષ પહેલાં ગુરુમહારાજશ્રી આત્મારામજી મહારાજની પાસે ટોપી પહેરીને અભ્યાસ કરતા શાંત મુદ્રાવાળા, તેજસ્વી લલાટવાળા અને સંયમના વાંછુ છગનભાઈને જોયા હતા. તેમને કલ્પના નહોતી કે એજ છગનભાઈ પંજાબની રક્ષા” ના અધિકારી બનશે, તેજ ગુરુદેવના નામને દીપાવશે. આજે તેમને જોઈ હર્ષશથી ગદ્ગદિત થઈ ગયા. મહારાજશ્રીને વંદણ કરી ખંભાતમાં ચોમાસું કરવા પ્રાર્થના કરી પણ વડોદરાની વર્ષોથી વિનતિ હતી. વડેદરાને શ્રીસંઘ મહારાજશ્રીની ઘણું દિવસોથી રાહ જોઈ રહ્યો હતે.