________________
૨૦.
યુગવીર આચાર્ય રાજશ્રી હંમેશાં વ્યાખ્યાન આપતા. વ્યાખ્યાનનો માંડલના જૈન અજૈન ભાઈઓ તથા સંઘના બધા ભાઈબહેને લાભ લેતા. અહીંથી રવાના થઈ ઉપરિયાલાતીર્થ, પાટડી, લખતર, વઢવાણ થઈ લીંબડી પહોંચે.
લીંબડી દરબારને સંઘના આગમનના સમાચાર મળ્યા ત્યારે તેમણે કહેવરાવ્યું કે સંઘ તથા સંઘમાં આવેલા મુનિરાજોના દર્શન કરવાની મારી ઈચ્છા છે. તેમજ જે વ્યાખ્યાન થવાનું હોય તે હું વ્યાખ્યાનમાં પણ આવવા ઈચ્છું છું.
શ્રી મોતીલાલભાઈએ વ્યાખ્યાનને સમય કહેવરાવ્ય અને તે સમયે ઠાકોર સાહેબ સપરિવાર આવી પહોંચ્યા. મહારાજશ્રીએ દોઢ કલાક મનુષ્ય જીવનની ઉપયોગીતા તથા જીવન સાર્થક કરવા વિષે મનનીય વ્યાખ્યાન આપ્યું. ઠાકર સાહેબ તે સાંભળી બહુ પ્રસન્ન થયા તથા હાથ જોડી બોલ્યા –“આપનું વ્યાખ્યાન સાંભળી મને બહુ જ આનંદ થયો છે. મેં સાંભળ્યું હતું કે આપે સ્વર્ગવાસી આત્મારામજી મહારાજના સહવાસમાં રહી તેઓશ્રીની વિદ્રતા અને વ્યાખ્યાન શૈલી મેળવ્યાં છે. આજ મને આપની વાણી સાંભળી આપને વિશેષ સાંભળવાની ઉત્સુકતા થઈ છે. આપ તે આજે વિહાર કરવાના છે, પણ હવે પાછા ફરતાં લીંબડીને યાદ કરશે. તે વખતે આઠેક દિવસ અહીં સ્થિરતા કરવાની છે તે યાદ રાખશે.”
આ તરફ આવવાનું થશે તે તે જરૂર આપની ઈચ્છા પૂરી થશે. સંઘને ઉતાવળ છે. આજે જ વિહાર કર