________________
શ્રી સિદ્ધાચળજીને સંઘ
ર૮૧ વાને હતું પણ તમારી ઈચ્છાને માન આપી શ્રી મતીલાલભાઈએ એક દિવસ અહીં વિશેષ સ્થિરતા કરી.”
ઠાર સાહેબ ફરી વંદણ કરી રવાના થયા. સંઘપતિ શેઠ મોતીલાલજીએ ઠાકોર સાહેબના આતિથ્ય માટે બીજી જગ્યાએ પ્રબંધ કર્યો હતો ત્યાં તેમને સત્કાર કરવામાં આવ્યું. અહીંથી રવાના થઈ સંઘ ચૂડા થઈ રાણપુર પહોંચે. અહીં પંજાબનો શ્રીસંઘ આબૂ, ભેચણીની યાત્રા કરી આપણું ચરિત્રનાયકના દર્શનાર્થ રાણપુર આવી પહ
એ. અહીંથી બને સંઘ સાથે જ રહ્યા. સંધ બેટાદ આવ્યું. બોટાદમાં એક પ્રાચીન પ્રતિમા આવ્યાં હતાં. શ્રીસંઘ તેને ધૂમધામપૂર્વક શહેરમાં પ્રવેશ કરાવવા છતે હતે પણ સ્થાનકવાસીઓ સામેના પ્રતિબંધથી તેઓ મૂંઝાતા હતા. મહારાજશ્રીની પાસે તે વાત આવી. મહારાજશ્રીએ કહ્યું કે સંઘના પ્રવેશની સાથે પ્રતિમાજીને પ્રવેશ મહત્સવ કરવામાં કશે પ્રતિબંધ નહિ નડે. તમે કશી ચિંતા ન કરે શાસનદેવ આપણી સહાયતા કરશે. બસ પછી તે બોટાદના શ્રીસંઘનો ઉલ્લાસ વધી ગયે. પ્રતિમાજીને પાલખીમાં પધરાવી પ્રવેશ કરાવ્યું અને મંદિરજીમાં પ્રભુને બીરાજમાન કર્યા. લેકે આજે પણ જ્યારે જ્યારે તે પ્રતિમાજીના દર્શન કરે છે ત્યારે ત્યારે મહારાજશ્રીને યાદ કરે છે.
બેટાદથી રવાના થઈ લાઠીદડ પહોંચ્યા. અહીં પંજાબના શ્રીસંઘે રાધનપુરના શ્રીસંઘને પ્રીતિભોજન આપ્યું. લાઠીદડથી પછેગામ, વળા વગેરે ગામોમાં થઈ સંઘ સં.