________________
ર૭૮
યુગવીર આચાર્ય આ ચાતુર્માસ પછી રાધનપુર તરફ વિહાર કરી પધારશે.”
તમારી વિનતિને માન આપ્યા સિવાય તે કેમ ચાલે? વળી દાદાની યાત્રા માટે અમારી બધાની ઉત્સુકતા છેજ. ” સંઘમાં જવા માટે મહારાજશ્રીએ હા કહી.
ચાતુર્માસ સમાપ્ત થયાથી વડોદરાનિવાસી ભાઈ નાથાલાલ પટેલને સં. ૧૯૯૬ના કાર્તક વદી ૨ ના દિવસે આનંદપૂર્વક દીક્ષા આપવામાં આવી. તેમનું નામ મિત્રવિજયજી રાખવામાં આવ્યું. અને તે શ્રી સોહનવિજયજી મહારાજના શિષ્ય થયા.
આપે તેર સાધુઓની સાથે પાલણપુરથી વિહાર કર્યો. મેત્રણ શ્રી રાષભદેવજીના દર્શને પધાર્યા. ઊંઝાથી મહારાજશ્રી મેતીવિજયજી મહારાજ પણ ઊંઝાના સંઘસહિત અહીં પધાર્યા હતા. પંદર સાધુઓ સહિત આપ પાટણ પહોંચ્યા. પાટણમાં મહારાજશ્રીનું શ્રીસંઘે સુંદર સ્વાગત કર્યું. થોડા દિવસ ત્યાં સ્થિરતા કરી. શ્રીસંઘને આગ્રહ હતો કે મહારાજશ્રી થડા દિવસ ત્યાં રહી જાહેર વ્યાખ્યાને આપે, પણ શ્રી મોતીલાલ મુળજીના સંઘમાં જવાની ઉતાવળ હોવાથી પાટણથી વિહાર કરી રાધનપુર પહોંચ્યા.
રાધનપુરના શ્રી સંઘને ઉત્સાહ તથા આનંદ અને હતો. રાધનપુરને એ વાતનું અભિમાન હતું કે જે મહાન આત્માને હજારે ખર્ચ કરી અહીની ભૂમિમાં દીક્ષા આપી