________________
શાસનસેવાનાં કાર્યો
૨૭૧
અહીં કરવાને સ્વીકાર નહિ કરે ત્યાં સુધી કોઈ પણ ઉઠવાનું નથી. ”
તમારી ઈચ્છાને માન આપી હું પાંચ દિવસ વિશેષ રહ્યો. જયંતિ પણ અહીં જ કરી હવે તો તમે આનંદથી રજા આપે. તમારે બધાને મેડું થશે. રાત પણ વધતી જાય છે. સમજીને તમે રજા આપ.”
એ પાંચ દિવસમાં તે હજી ઘૂંટડે ઘૂંટડો પણ નથી ભાગ આવ્યે. અમારી તૃષા તે ચોમાસાથીજ છીપશે. રાત પૂરી થાય તો પણ શું. આપ જ કૃપા કરીને સમઅને હા કહે અને અમને નિરાશ ન કરે.”
મહારાજસાહેબ ! આપ કૃપા કરે અને શ્રીસંઘની વિનતિ સ્વીકારે. મારો અંતરાત્મા કહે છે કે આપના અહીંના ચાતુર્માસથી અનેક ઉપકાર થશે. જે આપશ્રી ચાતુર્માસ કરવાનું સ્વીકારે તે મારું પોતાનું મકાન જે ધર્મશાળાના મેદાનની સામે દેખાય છે તે શ્રીસંઘને આપવા તૈયાર છું” એકાએક ભક્તિભાવ ભર્યો અવાજ આવ્યું.
ગુરુમહારાજ! આ પ્રતિજ્ઞાને આપ સાધારણ ન સમજશે. આ અમારા શેઠશ્રી ગોદડશાહની ભક્તિપૂર્ણ ભાવના છે. આથી તે શ્રીસંઘની ઈજ્જત વધશે અને ધર્મશાળ ખરી ધર્મશાળા બનશે. તે મકાન સિવાય આ ધર્મશાળાની કીંમત એક કેડીની પણ નથી. આ મકાનને માટે તે પહેલાં મુકરદમા થયા, શ્રીસંઘ દસ હજાર દેવા તૈયાર હતે. પણ દડશાહે તે વખતે માન્યું જ નહિ. આજે તેઓ ગુરુમહારાજ અને આપના પુણ્યપ્રતાપથી કોઈની પણ